Aapnu Gujarat
રમતગમત

૬૫ કિગ્રાની ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં બજરંગ પુનિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ

ઑસ્ટ્રેલિયામાં રમાઇ રહેલ કોમન વેલ્થ ગેમ્સ ૨૦૧૮માં ૬૫ કિગ્રાની ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં ભારત માટે બજરંગ પુનિયા આજે ૧૭મો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે મહિલાઓની ૫૭ કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં ભારતની પૂજા ધાંડાએ સિલ્વર મેડલ અને દિવ્યા કાકરણે મહિલાઓની ફ્રી સ્ટાઇલ ૬૮ કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડી સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યાં છે. તેજસ્વિની બાદ ભારતના ૧૫ વર્ષના શૂટર અનીશ ભાનવાલાએ પુરૂષોની ૨૫ મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં ૧૬મો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ કેટેગરીમાં ઓસ્ટ્રેલિયાના સર્ગેઇ એવેલસ્કી (કુલ ૨૮ અંક)ને સિલ્વર મેડલ અને ઇંગ્લેન્ડના સેમ ગોવિન (કુલ ૧૭ અંક)ને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
તેજસ્વિનીએ મહિલાઓની ૫૦ મીટર રાઇફલ પોઝીશન-૩ના ફાઇનલમાં પહેલું સ્થાન મેળવીને ગોલ્ડ મેળવી લીધું છે. તો અંજુમ મૌદગીલે સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે જ તેજસ્વિની સાવંતે ૪૫૭.૯નો નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ અગાઉ તેજસ્વિની સાવંતે મહિલાઓની ૫૦ મીટર રાઇફલ પ્રોનની ફાઇનલમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો.ફ્રી સ્ટાઇલ રેસલિંગના ૯૭ કિગ્રા ઇવેન્ટમાં ફાઇનલમાં પહોંચ્યા બાદ મહેશ ખત્રીએ ભારતને ગોલ્ડ મેડલ અપાવવા માટે મેદાનમાં ઉતરશે. તો બીજી તરફ બજરંગે પણ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. વધુમાં ભારતીય શૂટર્સ અનીશ અને નીરજ કુમાર પુરૂષોની ૨૫ મીટર રેપિડ ફાયર પિસ્તોલની ફાઇનલ્સ માટે ક્વોલિફાય થયા છે. ભારત હાલ ૩૫ મેડલ સાખથે ત્રીજા ક્રમ પર છે. જેમાં ૧ ૬ ગોલ્ડ, આઠ સિલ્વર અને દસ બ્રોન્ઝ મેડલનો સમાવેશ છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ (૧૫૯ મેડલ) અને ઈંગ્લેન્ડે (૮૯ મેડલ) મેળવ્યા છે. ત્યારબાદ કેનેડા ચોથા સ્થાને છે, જેણે કુલ ૬૧ મેડલ જીત્યા છે.

Related posts

इस साल वास्तव में हमारे पास एक बेहतरीन टीम : स्मिथ

editor

ભારતીય ટીમને શહીદ સૈનિકોની યાદમાં સૈન્ય કેપ પહેરવાની પરવાનગી આપવામાં આવીઃ આઈસીસી

aapnugujarat

વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતને બીજો ગોલ્ડ મળ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1