Aapnu Gujarat
રમતગમત

વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતને બીજો ગોલ્ડ મળ્યો

ભારત માટે ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ગેમમાં બીજા દિવસે પણ સારી શરુઆત રહી છે. મહિલાઓની ૫૩ કિલો વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં મણિપુરની સંજીતા ચાનુએ કોમનવેલ્થમાં નવો રેકોર્ડ બનાવ્યાની સાથે ભારતને આ રમતમાં બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ચાનુએ પોતાના ત્રીજા પ્રયાસમાં સતત ૮૧, ૮૨ અને ૮૪ કિલોગ્રામ વજન ઉઠાવીને કોમનવેલ્થમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પછી ક્લીન એન્ડ જર્કમાં ચાનુએ ૧૦૪, ૧૦૮, ૧૧૨ કિલોગ્રામ ઉઠાવીને નવો કિર્તિમાન બનાવ્યો. ભારતમાં કુલ ૧૯૨ કિલોગ્રામ ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.સંજીતાના દબદબાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે બીજા નંબર પર રહેલી પપુઆ ન્યુ ગિનીની સ્પર્ધક લોઆ ડિકા તોઉ તેનાથી ૧૦ કિલોગ્રામ પાછળ રહી, ડિકાએ ૧૮૨ કિલોગ્રામ વજન ઉઠાવ્યું. જ્યારે ત્રીજા નંબર રહેલી કેનેડાની રિચેલ બેજીનેટે ૧૮૧ કિલોગ્રામ વજન ઉઠાવ્યું
હતું. સંજીતાએ ચાર વર્ષ પહેલા ગ્લાસ્ગોમાં ૪૮ કિલોની કેટેગરીમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ વખતે તેણે ૫૩ કિલો કેટેગરીમાં ભાગ લીધો હતો. ૨૦૧૮ની કોમનવેલ્થ ગેમમાં ભારતે હવે ત્રણ મેડલ જીતી લીધી છે અને ત્રણે મેડલ વેઈટલિફ્ટિંગમાં મેળવ્યા છે. આ જીતની સાથે ભારત બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ સાથે ત્રીજા નંબર પર આવી ગયું છે.

Related posts

Kapil Dev और कार्तिक खेलेंगे गोल्फ

editor

तीसरे टेस्ट के लिए वार्नर सहित 3 खिलाड़ियों की एंट्री

editor

મહિલા હોકી એશિયા કપઃ ભારતે ચીનને ૫-૪થી હરાવી જીત્યો ખિતાબ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1