Aapnu Gujarat
બિઝનેસ

આતંકવાદને ફેલાવતા ૧૦ લાખ ટ્‌વીટર એકાઉન્ટ બંધ

માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્‌વટરે આતંકને ફેલાવતા દસ લાખ અકાઉન્ટ્‌સ બંધ કરી દીધા છે. માઈક્રો બ્લોગિંગ સાઈટે ગુરુવારે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું ૨૦૧૫થી અત્યાર સુધીના દસ લાખ અકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. ટિ્‌વટરે સ્ટેટમેન્ટમાં કહ્યું કે હિંસા ફેલાવનારાઓ માટે ટિ્‌વટર નથી બનાવાયું અને એવા લોકોનું ટિ્‌વટર અકાઉન્ટ બંધ કરી દેવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે.
તાજેતરમાં ટિ્‌વટરે તેના રિપોર્ટમાં ટિ્‌વટરએ જણાવ્યું હતું કે ૨૦૧૭માં જુલાઇથી ડિસેમ્બર મહિના વચ્ચે આતંકવાદને પ્રોત્સાહન આપી રહેલા ૨૭૪૪૬૦ અકાઉન્ટ્‌સ બંધ કરવામાં આવ્યા હતા. જો કે અગાઉના રિપોર્ટ પ્રમાણે આ આંકડો ૮.૪ ટકા ઓછો છે. એક નિવેદનમાં ટિ્‌વટરે આગળ કહ્યું કે આકરી મહેનત કરી અમે એવા પ્લેટફોર્મ પર પોતાનું સ્થાન મેળવ્યું છે જ્યાં હિંસા અને આતંકવાદ જેવી વસ્તુઓ માટે કોઇ જગ્યા નથી. જો કે અમને તેમાં આ ફેરફાર જોવા મળી રહ્યાં છે. પરંતુ ટિ્‌વટર પર આવી પ્રવૃત્તિઓ હવે ઓછી બની રહી છે. જણાવી દઇએ કે ટિ્‌વટર પર ઘણા દેશોની સરકારો દ્વારા દબાવ હતો કે ટિ્‌વટર એક એવું પ્લેટફોર્મ તૈયાર કરે જ્યાં લોકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રાપ્ત થાય.
ટિ્‌વટરે જણાવ્યું હતું કે ૯૩ ટકા એકાઉન્ટ્‌સ તેમના ઇન્ટરનલ ટૂલ્સના કારણે બંધ કરાયા હતા. જ્યારે ૭૪ ટકા એકાઉન્ટ્‌સ તેમની પ્રથમ ટિ્‌વટ્‌સથી જ બંધ કરી દેવામાં આવ્યા હતા. ટિ્‌વટરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આતંક ફેલાવનાર લોકો સામે સરકારી રેકોડ્‌ર્સમાં જેટલા પણ રિપોર્ટ છે. તે હજુ સુધી બંધ કરવામાં આવેલા એકાઉન્ટ્‌સના ૦.૨ ટકાથી પણ ઓછું છે.

Related posts

एयर इंडिया को खरीद सकता है टाटा ग्रुपः रिपोर्ट में दावा

aapnugujarat

Base price of 5G radiowaves is nearly 30-40% higher than rates in South Korea and US: COAI

aapnugujarat

સેંસેક્સમાં ૩૦૫ પોઇન્ટનો સુધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1