Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સમાં ૩૦૫ પોઇન્ટનો સુધારો

શેરબજારમાં આજે ફરી એકવાર તીવ્ર મંદીનો દોર રહ્યા બાદ રિકવરી થઇ હતી. આજે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૩૦૫ પોઇન્ટ ઉછળીને ૩૭૭૧૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૮૨ પોઇન્ટ ઉછળીને ૧૧૩૭૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં ૨.૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. કેટલાક શેરમાં તીવ્ર તેજી રહી હતી જેમાં આઈટીસીનો સમાવેશ થાય છે. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૧.૧ ટકાનો ઉછાળો રહ્યો હતો. આવતીકાલે ગુરુવારના દિવસે ગણેશ ચતુર્થીના પ્રસંગે શેરબજારમાં રજા રહેશે. શુક્રવારે રોકાણકારો ઓગસ્ટ સીપીઆઈ ફુગાવાના આંકડાને લઇને પોતાની પ્રતિક્રિયા આપશે. એશિયન શેરબજારમાં આજે ૧૪ મહિનાની નીચી સપાટી જોવા મળી હતી. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરની સ્થિતિ ચાલી રહી છે. આજે હોંગકોંગના હેંગસેંગમાં ૦.૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. જ્યારે શાંઘાઈ કમ્પોઝિટમાં ૦.૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં ૦.૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. ગઇકાલે મંગળવારના દિવસે બીએસઈ સેંસેક્સ ૫૦૯ પોઇન્ટ ઘટીને ૩૭૪૧૩ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. બ્રોડર નિફ્ટી ૧૫૧ પોન્ટ ઘટીને ૧૧૨૮૭ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જૂન મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો પાંચ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. ચીનમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા શુક્રવારે જારી થશે. યુએસ કોર સીપીઆઈ ડેટા અને ઓગસ્ટના સેલ્સ ડેટાના આંકડા ગુરુવાર અને શુક્રવારના દિવસે જારી કરાશે.કારોબારના અંતે સેંસેક્સ ૪૬૮ પોઇન્ટ ઘટીને ૩૭૯૨૨ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટીમાં ૧૫૧ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં અન્ય જે બહારના પરિબળ છે જેમાં યુરોપિયન સેન્ટ્રલ બેંકોના પરિણામ પણ સામેલ છે. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે વધુ એક મિટિંગ નક્કી થઇ રહી છે. અત્રે નોંધનીય છે કે શેરબજારમાં હાલમાં મોટો કડાકો છેલ્લા બે કારોબારી સેશનમાં રહ્યો છે. માત્ર બે કારોબારી સેશનમાં ૧૦૦૦ પોઇન્ટનો ઘટાડો થયા બાદ હવે આજે સવારે રિક્વરી થઇ હતી અને અંત સુધી રિકવરીનો દોર જારી રહ્યો હતો. હાલમાં માત્ર બે દિવસમાં જ ૧૦૦૦ પોઇન્ટનો ઘટાડો થતા કારોબારી ચિંતાતુર દેખાયા હતા. તેમનામાં અનેક પ્રકારની અટકળો શરૂ થઇ હતી. જો કે આજે સ્થિતી ફરી સુધરી હતી. શેરબજારમાં પ્રવાહી સ્થિતી રહેવા માટે કેટલાક કારણો દેખાઇ રહ્યા છે. જેમાં અમેરિક અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ, ક્રુડ ઓઇલની કિંમતમાં સતત થઇ રહેલા વધારાના કારણે પણ શેરબજાર પર પ્રતિકુળ અસર થઇ રહી છે. આ ઉપરાંત ડોલરની સામે રૂપિયામાં ઘટાડો થઇ રહ્યો છે. કેટલાક નકારાત્મક સંજોગોના કારણે હાલત કફોડી બનેલી છે. મોટી કપનીઓના શેરમા પણ ઉથલપાથલ જોવા મળી રહી છે. આવી પ્રવાહી સ્થિતીમાં રોકાણ કરવા માટે વેપારી બિલકુલ તૈયાર નથી. ડોલરની સામે રૂપિયાના અવમુલ્યનને રોકવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યા નથી. શેરબજારમાં ઉથલપાથલ માટે ડોલર સામે થઇ રહેલી તેજી પણ જવાબદાર દેખાઈ રહી છે. જો કે, આજે લાઇફ ટાઈમ નીચી સપાટીએ પહોંચ્યા બાદ શરૂઆતી કારોબારમાં રૂપિયામાં પણ રિકવરી રહી હતી. એક વખતે શરૂઆતમાં ડોલર સામે રૂપિયો ૭૨.૯૧ સુધી નીચે પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ તેમાં રિકવરી નોંધાઈ હતી. અમેરિકા અને ચીન વચ્ચે જારી ખેંચતાણના કારણે ઉભરતા બજારો પણ ચિંતાતુર બનેલા છે. વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્ર વચ્ચે ટ્રેડ ટેન્શન દિનપ્રતિદિન તીવ્ર બની રહ્યું છે. એશિયન શેરબજારમાં તેની અસર જોવા મળી રહી છે. ભારતીય શેરબજારમાં પણ હાલમાં પ્રવાહી સ્થિતિ જોવા મળી છે જેમાં સતત બે દિવસ સુધી ઘટાડો થતાં સેંસેક્સમાં ૧૦૦૦ પોઇન્ટનો ઘટાડો થયો હતો.

Related posts

प्राइवेट सेक्टर से हो सकता है आरबीआई का डेप्युटी गवर्नर : आरबीआई ने विज्ञापन जारी किया

aapnugujarat

मांग कमजोर होने से सोने का भाव 100 रुपए टूटा

aapnugujarat

HDFC Bank to offer banking services to small traders through MoU with CSC, Confederation of All India Traders (CAIT)

aapnugujarat

Leave a Comment

UA-96247877-1