Aapnu Gujarat
Uncategorized

શહજાદના બહાને કોંગ્રેસ પર નરેન્દ્ર મોદીના આકરા પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસની આંતરિક વ્યવસ્થા ઉપર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જે પાર્ટીમાં આંતરિક સ્તર પર સ્વતંત્રતા નથી તે પાર્ટી લોકો માટે કામ કરી શકે નહીં. વડાપ્રધાને શહજાદ દ્વારા કોંગ્રેસમાં અધ્યક્ષ પદની હેરાફેરીને લઇને કરેલા ખુલાસાની વાત કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, તેઓ યુવા શહજાદને કહેવા માંગે છે કે, તેના દ્વારા ખુબ હિંમતનું કામ કરવામાં આવ્યું છે પરંતુ કમનસીબે કોંગ્રેસમાં શરૂઆતથી જ આવી પરંપરા રહી છે. મોદીએ ભરુચમાં પણ કહ્યું હતું કે, કોંગ્રેસે ગામડા, શહેરોમાં રાજ્યો અને અન્ય વિસ્તારો વચ્ચે મતભેદો કર્યા છે. શિક્ષિત લોકો અને નિરીક્ષર લોકો વચ્ચે ભેદભાવ કર્યા છે.
જાતિઓ વચ્ચે ભેદભાવ રાખ્યા છે. જાતિવાદનું ઝેર ફેલાવવામાં આવ્યું છે. તેમણે દાવા સાથે કહ્યું હતું કે, જ્યારે તેઓ મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે દરરોજ કોંગ્રેસ દ્વારા ગુજરાતને કોઇને કોઇરીતે નુકસાન કરવામાં આવ્યું હતું. કચ્છ અને ભરુચના મુસ્લિમ બહુમતિવાળા વિસ્તારો આજે સૌથી વધારે વિકસિત થઇ ચુક્યા છે. ભાજપના શાસનમાં આ બે વિકાસની ટોપ ઉપર પહોંચ્યા છે. આના માટે વિકાસની રાજનીતિ સૌથી મહત્વપૂર્ણ રહી છે. અગાઉની કોંગ્રેસ સરકારોએ શરૂઆતથી જ એક પછી એક જટિલ સમસ્યાઓ ઉભી કરી હતી. સરદાર પટેલની પ્રતિમા ૨૦૧૮ સુધી પૂર્ણ કરાશે તેવો દાવો તેમણે કર્યો હતો. ગુજરાતમાં પુરની સ્થિતિ વેળા કોંગ્રેસ પાર્ટીના સભ્યો બેંગ્લોર પહોંચી ગયા હતા જેને લોકો હંમેશા યાદ રાખે તે પ્રકારની સ્થિતિ છે.

Related posts

નર્મદા ડેમ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન છે : મંત્રીશ્રી ચિમનભાઇ શાપરિયા

aapnugujarat

લીંબડી પોલીસે ત્રણ યુવકોને ફટકાર્યા

editor

भारत के ताइवान को समर्थन पर चीन को लगी मिर्ची

editor

Leave a Comment

UA-96247877-1