Aapnu Gujarat
Uncategorized

લીંબડી પોલીસે ત્રણ યુવકોને ફટકાર્યા

લીંબડી પોલીસે દારૂના નશામાં ધૂત ત્રણ યુવકોને પકડી પાડી બેલ્ટ વડે માર મારી જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કર્યા હોવાની ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. યુવકોને હાલ તો નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો અને લોકો એકઠા થઈ ગયા હતાં. સ્થાનિક આગેવાનોએ પોલીસ સ્ટાફ સાથે ઘટનાની જાણકારી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ સંજય વરૂ વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરાવવામાં આવી છે અને તેમની સામે પગલા ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે તેમજ પિડિત યુવકોને ઝડપથી ન્યાય મળે તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે. લીંબડી ડેપ્યુટી કલેક્ટરશ્રીને આ ઘટના મામલે આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં માંગ કરાઈ હતી કે તાત્કાલિક આ પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવે. ખુશાલભાઈ જાદવ, પુંજાભાઈ ચાવડા, ભરત ચાવડા, પીડલભાઈ, મનજીભાઈ જાદવ, દિલિપભાઈ, વિજય ચાવડા, સંજય જાદવ સહિતનાં આગેવાનોએ આવેદનપત્ર સોંપ્યું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

भारत नंबर-1 टीम है : पोलार्ड

aapnugujarat

મોહન ભાગવત સહિતના મહાનુભાવોની હાજરીમાં રાષ્ટ્રીય હિન્દુ ધર્મ મહાસભાનો પ્રારંભ

aapnugujarat

પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા માટે બેઠક મળી

editor

Leave a Comment

UA-96247877-1