Aapnu Gujarat
Uncategorized

મોહન ભાગવત સહિતના મહાનુભાવોની હાજરીમાં રાષ્ટ્રીય હિન્દુ ધર્મ મહાસભાનો પ્રારંભ

રાજકોટમાં ગુરુવારથી બે દિવસીય રાષ્ટ્રીય હિન્દુ ધર્મ મહાસભાનો પ્રારંભ થયો છે. આ ધર્મ મહાસભાનું આયોજન આર્ષવિદ્યા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. ધર્મ મહાસભામાં ભાગ લેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ રાજકોટ આવી પહોંચ્યા છે. આ ઉપરાંત દેશભરના દિગ્ગજ નેતાઓ તેમજ સંતો સહિતના ૧૧૫થી વધુ મહાનુભાવો ધર્મ મહાસભાનો હિસ્સો બનશે. દેશની જાણીતી વ્યક્તિઓ રાજકોટમાં આવવાની હોઈ પાલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ઊભો કરવામાં આવ્યો છે.
શુક્રવાર સુધી ચાલનારી ધર્મ મહાસભાના કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, પંજાબના પૂર્વ સાંસદ બલવીર પુંજ તેમજ યોગગુરૂ બાબા રામદેવ સહિતના નેતાઓ સામેલ થઈ શકે છે.
આ રાષ્ટ્રીય હિન્દુ ધર્મ મહાસભા આર્ષવિદ્યા મંદિરના પરમાત્માનંદજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજીત કરવામાં આવી છે. તેમાં રામ મંદિરની રણનીતિ તેમજ અન્ય મુદ્દે સાધુ-સંતો અને મહાનુભાવો મંથન કરશે. આ કાર્યક્રમમાં સંતો અને અગ્રણીઓ સિવાયના તમામને પ્રવેશ ઉપર પાબંધી લગાવી છે અને સભાના કોઈપણ પ્રચાર કે પ્રસાર પણ કરાયો નથી.આર્ષવિદ્યા મંદિરના પરમાત્માનંદજી સ્વામી કે જેઓના માર્ગદર્શન હેઠળ આ રાષ્ટ્રીય હિન્દુ ધર્મ મહાસભા યોજાયેલ છે. તેમાં રામ મંદિરની રણનીતિ તેમજ અન્ય મુદ્દે સાધુ-સંતો અને મહાનુભાવો મંથન કરશે. આ કાર્યક્રમમાં સંતો અને અગ્રણીઓ સિવાયના તમામને પ્રવેશ ઉપર પાબંધી લગાવી છે અને સભાના કોઈપણ પ્રચાર કે પ્રસાર પણ કરાયો નથી. ખાનગી રાહે બંધ બારણે આ ધર્મસભા યોજાનાર હોય અને રાજકોટમાં પ્રથમ વખત દેશભરના મોટા સંતો અને સિગ્ગજો આવનાર હોય તે પ્રથમ ઘટના છે.

Related posts

જીગ્નેશ મેવાણી ફરી થયા સદન થી બહાર

editor

वेस्टइंडीज ने आयरलैंड को हराया

aapnugujarat

ઉપલેટા નગરપાલિકામાં ફરી એક વાર ભગવો લહેરાયો

editor

Leave a Comment

UA-96247877-1