Aapnu Gujarat
ગુજરાત

પતિના અનૈતિક સંબંધના ભાંડો ફૂટતા પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

અત્યારના ભદ્રસમાજમાં પણ દહેજનું દુષણ હજી પણ જોવા મળે છે. દહેજ માટે પરિણીતા ઉપર અત્યાચાર ગુજારવાના અનેક કિસ્સાઓ છાસવારે બનતા રહે છે અને પોલીસ ચોપડે નોંધાતા રહે છે. આવો જ એક કિસ્સો વલસાડમાં બન્યો છે જેમાં લાખો રૂપિયા ખંખેરી લીધા બાદ પરીણિતાને ઘરમાંથી તગેડી મૂકી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદ પ્રમાણે વલસાડના કોસંબા ગામની એક યુવતી સાથે સગાઇ કરનાર યુવાને શીપમાં જવા માટે તબક્કાવાર રીતે ૩.૭૦ લાખની રકમ પડાવ્યા અને લગ્ન કર્યા બાદ જુદા જુદા સમયે કુલ ૫.૨૯ લાખથી વધુ રકમ ઉસેટી અને તે પછી દહેજ પેટે રૂ.૫ લાખની માંગણી કરનાર પતિએ તેના પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધોનો ભાંડો ફૂટી જતા પત્નીને ઘરની બહાર કાઢી મકી હતી. જેને લઇને પત્નીએ તેના પતિ સહિતના ૧૨ સાસરિયાઓ વિરૂદ્ધ દહેજ ઉત્પીડનની ફરિયાદ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
મળતી માહિતી પ્રમાણે કોસંબા ગામમાં રહેતી યુવતીની સગાઇ બાવરી ફરિયાદમાં રહેતા ટંડેલ યુવક સાથે ઓગસ્ટ ૨૦૧૨માં થયા બાદરાજેશે શીપમાં નોકરી કરવા માટે સૌપ્રથમ રૂ.૨,૪૦,૦૦૦ અને એકવાર શીપમાં જઇને પરત આવ્યા બાદ વધુ રૂ.૧,૩૦,૦૦૦ એમ કુલ રૂ.૩,૭૦ લાખ કઢાવ્યા હતા. આ ઉપરાંત સાયન્સ કોલેજમાં એડમીશન લેનાર યુવતીને અભ્યાસ છોડવાની ફરજ પાડનાર યુવકે વલસાડ ખાતે નોકરી શરૂ કરનાર યુવતી ઉપર શંકા રાખીને નોકરી પણ છોડાવી દીધી.
પુત્રીના ભાવીનો વિચાર કરી માતા-પિતાએ તમામ શરતો મંજૂર કરતા છેવટે બંનેના તા.૨૮-૦૪-૨૦૧૮એ લગ્ન થયા હતા. જોકે, સાસરીયામાં પરીણિતાને મ્હેણાં ટોળાં મારીને માનસિકત્રાસ આપવા માંડ્યા યુવક તેની પત્નીને પિયરમાંથી એક લાખ રૂપિયા લાવવા કહેતા, પત્નીએ સાફ ના પાડી દીધી. જેથી તેને માર મારવાનું શરૂ કર્યું હતું.

Related posts

સીએમ રુપાણીએ વતન ચણાકામાં કર્યાં પિતૃદર્શન, વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ

aapnugujarat

વેપારીઓને બખ્ખાઃ હવે દુકાનો ૨૪ કલાક ખૂલ્લી રહેશે

aapnugujarat

जीएसपीसी घोटाले में जांच कराने की कांग्रेस की मांग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1