Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

વેપારીઓને બખ્ખાઃ હવે દુકાનો ૨૪ કલાક ખૂલ્લી રહેશે

રાજ્યના વેપારીઓ માટે સારા સમાચાર છે. રાજ્ય સરકારે વેપારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. હવેથી રાજ્યમાં ૨૪ કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે, અને ધંધો કરી શકાશે. આ જાહેરાત નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વેપારીઓ સરકાર તરફથી આજે નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઈ પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યમાં રિટેલ બજાર હવેથી ૨૪ કલાક ખુલ્લુ રાખી શકાશે. તેમણે કહ્યું કે, આ માટે શ્રમ રોજગાર વિભાગે કાયદામાં સુધારો કર્યો છે. આ નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે ,૧૮મીએ ગુજરાત વિધાનસભાનું સત્ર મળશે. આ સત્ર રાજ્યપાલ ઓપી કોહલીના પ્રવચનથી આરંભ કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં શ્રમ રોજગાર વિભાગનું શોપ એસ્ટેબલિશમેન્ટ એક્ટમાં સુધારા દર્શાવતું બિલ રજૂ કરવામાં આવશે. આજે આ મુદ્દે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં વેપારીઓને ખેડૂતો માટે સરકાર દ્વાર મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
આ મુદ્દે વિગતવાર માહિતી આપતા નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરાકર દ્વારા ખેડૂતો, અને વેપારીઓ માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેને અગામી વિધાનસભા સત્રમાં રજૂ કરી લાગુ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, શ્રમ રોજગાર વિભાગના શોપ એસ્ટેબલિશમેન્ટ એક્ટમાં સુધારા દર્શાવતપં બિલ ગૃહમાં લાવવામાં આવશે. જેમા મહત્વના સુધારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમ કે અત્યાર સુધીમાં ૭ લાખ દુકાનદારો માટે દર વર્ષે રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત હતું, આ બિલમાં સુધારા બાદ દર વર્ષે રિન્યુ નહી કરાવવું પડે. માત્ર શરૂઆતના પ્રથમ વર્ષે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એટલે કે દર વર્ષે રિન્યુ કરાવવામાંથી સરકારે મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે.
તેમણે વધુમા જણાવ્યું કે, કોઈ પણ દુકાનદારે અધિકારીને પત્ર દ્વારા ધંધો શરૂ કરવા બાબતે જાણ કરવાની રહેશે. આ સિવાય વેપારીઓ માટે બીજો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે છે ૨૪ કલાક સુધી વેપાર-ધંધો કરવાની છુટ્ટી. અત્યાર સુધીમાં રાત્રીના ૧૨ વાગ્યા બાદ કાયદા મુજબ દુકાનો ખુલ્લી રાખી શકાતી ન હતી. નવા કાયદા મુજબ હવે ૨૪ કલાક ખાણી-પીણી સહિતની વગેરે દુકાનો ખુલ્લી રાખી શકાશે. જોકે આ મુદ્દે કેટલીક શરતો રહેશે.
મુખ્યપ્રધાને આ જાહેરાત કર્યા બાદ કહ્યું કે, ૨૪ કલાક દુકાનો ખુલ્લી રાખવાના કાયદાના કારણે રોજગારી વધશે. આ માટે વિધાનસભા સત્રમાં કાયદામાં સુધારો કરવામાં આવશે. તેમણે કર્મચારીઓની સુવિધાઓને લઈ પણ મોટી જાહેરાત કરતા કહ્યું કે, કોઈ પણ વેપારી પોતાના કર્મચારીને ઓવર ટાઈમ કરાવે તો કર્મચારીને દોઢ ગણો પગાર ચુકવવાનો રહેશે. સાથે ૩૦થી વધુ કર્મચારી ધરાવનાર સ્ટોર, દુકાન માલિકે મહિલાઓને ધ્યાનમાં રાખી ઘોડિયા ઘરની વ્યવસ્થા કરવી પડશે. જ્યારે ૧૦૦થી વધુ કર્મચારી ધરાવતા સ્ટેર કે દુકાન માલિકે કેન્ટીનની વ્યવસ્થા કરવી પડશે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, આ વર્ષે ગુજરાતમાં કેટલાક તાલુકામાં અછતની સ્થિતિ છે, કેન્દ્રના નિયમો પ્રમાણે અલગથી કામગીરી કરાઇ છે. બજેટમાંથી પણ સરકારે મદદ માટેનો નિર્ણય કર્યો છે અને અછતગ્રસ્ત ૫૧ તાલુકાઓના ખેડૂતોને આર્થિક સહાય અપાઇ છે. જ્યારે અન્ય ૪૫ જેટલા ખેડૂતોને પણ આર્થિક સહાય અપાઇ. તાલુકાના ખેડૂતોને ૧૧૭૬ કરોડની સહાય કરાઇ અને ૪૫ અન્ય તાલુકના ખેડૂતોને ૮૬૨ કરોડની સહાય. તમામ ખેડૂતોને રકમ સીધી તેમના ખાતામાં ચૂકવાઇ ગઇ છે.
નીતિન પટેલે જણાવ્યું કે, સરકારે તળાવો ઊંડા કરવાની કામગીરી કરી હતી. ૫૦ ટકા રાજ્ય સરકારની અને લોક ભાગીદારીથી કામ થતું હતું. ૧૪ હજાર તળાવો ઊંડા કરવામાં આવ્યા. સુજલામ સુફલામ જળ અભિયાન ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થશે. સ્ન્છની માગને ધ્યાને રાખી સરકારનો ભાગ વધારીને ૬૦ ટકા કરાયો.
તમને જણાવી દઈએ કે ,૧૮મીએ ગુજરાત વિધાનસભાનું સત્ર મળશે. આ સત્ર રાજ્યપાલ ઓપી કોહલીના પ્રવચનથી આરંભ કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં શ્રમ રોજગાર વિભાગનું શોપ એસ્ટેબલિશમેન્ટ એક્ટમાં સુધારા દર્શાવતું બિલ રજૂ કરવામાં આવશે. આજે આ મુદ્દે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં વેપારીઓને ખેડૂતો માટે સરકાર દ્વાર મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

Related posts

બોટાદમા નારી ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

editor

વડાપ્રધાન મોદીએ વારાણસીના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો

aapnugujarat

पत्नी ने शारीरिक संबंध का मना करने पर पति का हमला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1