Aapnu Gujarat
ગુજરાત

બોટાદમા નારી ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

ઉમેશ ગોરહવા, બોટાદ

    ગ્રામ વિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે નારી ગૌરવ દિવસ નિમિત્તે મુખ્‍યમંત્રી મહિલા ઉત્‍કર્ષ યોજના અંતર્ગત લોન વિતરણ તેમજ વિકાસ કામોના ખાતમુહૂર્ત/ લોકાર્પણના રાજયવ્‍યાપી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેના ભાગરૂપે બોટાદ ખાતે કૃષિ પંચાયત પર્યાવરણ રાજયમંત્રી જયદ્રથસિંહજી પરમારના લોન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા કૃષિ રાજયમંત્રી જયદ્રથસિંહજી પરમારે જણાવ્‍યું હતું કે મહિલાઓને સ્‍વાવલંબી અને આત્‍મનિર્ભર બનાવવાની દિશામાં રાજય સરકારે મહિલા ઉત્‍કર્ષ યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત ૧૦ મહિલાઓના સ્‍વસહાય જુથોને ધિરાણ સંસ્‍થા અને બેંક મારફત રૂપિયા એક લાખની લોન આપવામાં આવશે. આ લોનની મદદથી મહિલાઓ આર્થિક પગભર બનશે અને અને પોતાના પરિવારને મદદરૂપ બનશે.તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે રાજય સરકારે રાજયના વિકાસમાં દરેક વર્ગને આવરી લઇ સર્વાંગી વિકાસ અંગેના જનહિતલક્ષી નિર્ણયો કર્યા છે. જેનો લાભ આજે છેવાડાના નાગરિકોને મળી રહયો છે.
રાજયમંત્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે રાજય સરકારે અનેકવિધ મહિલા કલ્‍યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. વહાલી દિકરી યોજના, ગંગા સ્‍વરૂપ આર્થિક સહાય યોજના જેવી અનેક યોજના થકી મહિલા ઉત્‍કર્ષ અંગે ચિંતા કરી છે.
આ પ્રસંગે મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્‍તે સ્‍વ સહાય જૂથની લાભાર્થી બહેનોને લોનના પ્રતિતાત્‍મક તેક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવેલ હતું. સ્‍વાગત પ્રવચન જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક અમિત જોષીએ અને આભારવિધિ બોટાદ નગરપાલિકાના ચીફ ઓફીસર એ કરી હતી.
અત્રે ઉલ્‍લેખનીય છે કે ભદ્રાવડી-ર ખાતે નવનિર્મિત આંગણવાડીનું રાજયમંત્રી જયદ્રથસિંહજી પરમારના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવેલ હતું.આ પ્રસંગે કલેકટર તુષાર સુમેરા, જિલ્‍લા વિકાસ અધિકારી લલીત નારાયણ સાંદુ, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટરશ્રી મુકેશ પરમાર, અગ્રણી સર્વશ્રી ભીખુભાઇ વાઘેલા, ઘનશ્‍યામભાઇ વિરાણી, શ્રમતિ જયશ્રીબેન વોરા, પ્રવિણભાઇ પટેલ, વંદનાબેન ત્રિવેદી, વિનોદભાઇ સોલંકી, દક્ષાબેન બાવળીયા, નીતાબેન લાખાણી, અધિકારી- પદાધિકારી ઓ સહિત મોટી સંદખ્‍યામાં શહેરીજનો ઉપસ્‍થિત રહયા હતાં.

Related posts

Thunderstorm with heavy rainfall lashes Gujarat

aapnugujarat

હનીફ દાઢી હત્યા કેસ : અંતેે ક્રાઇમ બ્રાંચે તપાસ બંધ કરી

aapnugujarat

પૂર્વ સાંસદ રતિલાલ વર્મા સાથે મહેમદાવાદનાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની શુભેચ્છા મુલાકાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1