Aapnu Gujarat
મનોરંજન

લગ્ન બાદ પ્રિયંકા ચોપડા ફરી ફિલ્મોને લઇ સક્રિય

નિક સાથે લગ્ન કર્યા બાદ ટોપ સેલિબ્રિટીમાં સામેલ થયેલી ભારતીય સ્ટાર પ્રિયંકા ચોપડા હવે ફરી એકવાર સક્રિય થઇ ગઇ છે. તે કેટલીક ફિલ્મોમાં કામ કરવા માટે તૈયાર થઇ રહી છે. તેની પાસે હિન્દીની સાથે સાથે હોલિવુડની પણ કેટલીક ફિલ્મો છે. એવા હેવાલ મળી રહ્યા છે કે તે બે બોલિવુડ ફિલ્મોમાં કામ કરી રહી છે જેમાં વિતેલા વર્ષોમાં ચર્ચા જગાવનાર એતરાજની રિમેક અને પીટી ઉષા પર બનનારી બાયોપિક ફિલ્મનો સમાવેશ થાય છે. બોક્સર મેરી કોમની લાઇફ પર બનેલી ફિલ્મમાં ભૂમિકા અદા કરીને તમામનુ ધ્યાન ખેંચનાર પ્રિયંકા ચોપડા હવે વધુ એક બાયોપિક ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. ફિલ્મમાં તે પીટી ઉષાની ભૂમિકા અદા કરનાર છે. પીટી ઉષાની લાઇફ પર ફિલ્મ બનાવવા માટેની તૈયારી શરૂ કરી લેવામાં આવી છે. પ્રિયંકા પોતાની કેરિયરમાં જુદા જુદા રોલ કરવા માટે જાણીતી રહી છે. રિપોર્ટસ પર વિશ્વાસ કરવામાં આવે તો તે હવે પીટી ઉષાના રોલમાં કામ કરવા માટે તૈયાર છે. મેકર્સ પ્રિયંકા ચોપડાને ફિલ્મનો હિસ્સો બનાવવા માટે તૈયાર છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયા જંગી બજેટ સાથે તૈયાર કરવામાં આવનાર છે. અહેવાલ એવા પણ છે કે બેવોચની સ્ટાર અભિનેત્રી ઉપરાંત ફિલ્મમાં લોકપ્રિય સંગીતકાર એઆર રહેમાન પણ પ્રિયંકાનો સંપર્ક કરી ચુક્યા છે. જો કે રહેમાન અને પ્રિયંકા તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ ફિલ્મનુ નિર્દેશન રેવતી એસ વર્મા કરનાર છે. જે અનેક હિટ ફિલ્મમાં કામ કરી ચુકી છે. રેવતી તમિળ અને મલયાલમ ફિલ્મમાં સુપરહિટ અભિનેત્રી તરીકે વિતેલા વર્ષોમાં રહી ચુકી છે. ફિલ્મને હિન્દી ઉપરાંત ઇંગ્લિશ, ચાઇનીઝ અને રશિયન ભાષામાં પણ તૈયાર કરવામાં આવનાર છે. પ્રિયંકા ચોપડા હાલમાં બોલિવુડમાં ઓછી અને હોલિવુડમાં વધારે સક્રિય દેખાઇ રહી છે. તે ફિલ્મને લઇને તમામ તૈયારી કરવા લાગી ગઇ છે. તે ક્વાન્ટિકો નામના અમેરિકન શોના કારણે સમગ્ર અમેરિકામાં પણ હવે ભારે લોકપ્રિય થઇ ચુકી છે. તે હિન્દીની સાથે સાથે હોલિવુડ ફિલ્મમાં સતત સક્રિય રહેવા માટે ઇચ્છુક છે. પ્રિયંકા તમામ ટોપ સ્ટાર સાથે કામ કરી ચુકી છે.
હાલમાં તે નિક સાથે લાઇફ ગાળી રહી છે. જો કે તે ફિલ્મોને લઇને પણ ઉદાસીન નથી. ફિલ્મોમાં કામ જારી રાખવા માટે ઇચ્છુક છે. જેમાં ફિલ્મ નિર્માણની બાબત સામેલ છે.

Related posts

ઇશા ફિલ્મો કરતા ટોપલેસ ફોટાના લીધે વધારે ચર્ચામાં

aapnugujarat

ટોટલ ધમાલમાં માધુરી દિક્ષિત નજરે પડશે : રિપોર્ટ

aapnugujarat

રજનિકાંત સાથે કાલા ફિલ્મને લઇ હુમા આશાવાદી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1