Aapnu Gujarat
મનોરંજન

રજનિકાંત સાથે કાલા ફિલ્મને લઇ હુમા આશાવાદી છે

હુમા કુરેશી હાલમાં સૌથી લોકપ્રિય અભિનેતા રજનિકાંત સાથે કાલા ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ આ મહિનામાં જ ૨૭મી એપ્રિલના દિવસે રજૂ કરવામાં આવનાર છે. દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનિકાંતની ફિલ્મ હોવાથી ફિલ્મ રેકોર્ડ સફળતા મેળવશે તે બાબત તો નક્કી છે. હુમા બોલિવુડમાં પ્રવેશ કર્યા બાદથી આશાસ્પદ રહી છે. તે ભવિષ્યમાં પ્રિયંકા ચોપડા અને અનુષ્કા શર્માની જેમ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે કુદી જવા ઇચ્છુક છે. તે કહે છે કે તેની ઇચ્છા પહેલાથી જ રહેલી છે. હોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી એન્જેલિનાની જેમ જ લાઇફમાં આગળ વધવા માંગે છે. હુમા કુરેશી હાલમાં અક્ષય કુમાર સાથે જોલી એલએલબી-૨ ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઇ હતી. મોટા સ્ટાર સાથે ફિલ્મ મળી ગયા બાદ તેની કેરિયરમાં તેજી આવી છે. આ ઉપરાંત તે સાઉથમાં પણ એન્ટ્રી કરી ચુકી છે. તેની વ્હાઇટ ફિલ્મને પણ સારી સફળતા મળી હતી. જેમાં તેની સાથે મમુટીની ભૂમિકા હતી. તે એન્જેલિનાની જેમ જ મોટી વયે પહોંચી ગયા બાદ ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં કુદી પડશે અને ફિલ્મોમાં ભૂમિકા કરવાના બદલે નિર્માણમાં વધારે ધ્યાન આપશે. ગર્લ, ઇન્ટરપ્ટેડ તેમજ લારા ક્રોફટ જેવી યાદગાર ફિલ્મો બનાવી ચુકેલી એન્જેલીનાથી હુમા કુરેશી ખુબ પ્રભાવિત રહી છે.
૩૯ વર્ષીય એન્જેલિના જોલી વર્ષ ૨૦૧૧માં ફિલ્મ નિર્દેશનના ક્ષેત્રમાં ઉતરી ગઇ હતી અને વર્ષ ૨૦૧૧માં જોલીએ લેન્ડ ઓફ બ્લડ એન્ડ હની જેવી યાદગાર ફિલ્મ બનાવી હતી. કુરેશી તેનાતી ખુબ પ્રભાવિત રહી છે. તેનુ કહેવુ છે કે હાલમાં તે ફિલ્મોમાં પોતાની ભૂમિકા પર ધ્યાન આપી રહી છે. તમામ લોકો જાણે છે કે હુમાના ભાઇ સાકીબે પણ સારી સફળતા હાંસલ કરી લીધી છે.

Related posts

कपिल के बर्थडे पर सुनील ने भाई कहते हुए भेजा मेसेज

aapnugujarat

‘બધાઈ હો’ ફિલ્મે બનાવ્યો રેકોર્ડ, ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ

aapnugujarat

रणविजय के साथ काम करने को लेकर उत्साहित हूं : करिश्मा शर्मा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1