Aapnu Gujarat
મનોરંજન

‘બધાઈ હો’ ફિલ્મે બનાવ્યો રેકોર્ડ, ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ

આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ ‘બધાઈ હો’ તેમના કેરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ બનીને સામે આવી છે. આ ફિલ્મને લોકોનો ઘણો જ પ્રેમ મળ્યો છે. ફિલ્મ ૧૦૦ કરોડની કમાણી કરવામાં સફળ રહી છે. આ સાથે જ આ ફિલ્મ ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થનારી આ વર્ષની ૧૦મી ફિલ્મ બની ગઈ છે. આ વર્ષ આયુષ્યમાન માટે ઘણું જ સારું સાબિત થયું છે. તેની ફિલ્મ ‘અંધાધુન’ પણ બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરવામાં સફળ રહી હતી.
ટ્રેડ એનેલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીનાં આંકડા ટિ્‌વટર પર શેર કર્યા છે. તરણે કહ્યું કે, ‘ત્રીજા અઠવાડીયામાં પણ ‘બધાઈ હો’ની કમાણી રોકાવાનું નામ નથી લઈ રહી. ફિલ્મે રીલીઝનાં ૧૭માં દિવસે ૧૦૦ કરોડની કમાણી પૂર્ણ કરી લીધી છે. ત્રીજા અઠવાડીયાનાં શુક્રવારે ફિલ્મે ૨.૩૫ કરોડની કમાણી કરી હતી. શનિવારે ફિલ્મની કમાણી ૩.૫૦ કરોડ રહી હતી. આ પ્રમાણે ફિલ્મની કુલ કમાણી ૧૦૦.૧૦ કરોડ થઈ ચુકી છે.
તરણે એક બીજી ટિ્‌વટમાં ફિલ્મનાં કન્ટેંટની પ્રશંસા કરી હતી. તરણે કહ્યું કે, ‘ફિલ્મની સફળતા ૧૦૦ કરોડની રીતે ના જોવી જોઇએ. બધાઈ હો સહિત રાઝી, સ્ત્રી જેવી ફિલ્મો સામેલ છે. જેમણે સાબિત કર્યું છે સિનેમામાં આજે દમદાર કન્ટેંટ ફિલ્મોની સફળતાનો રસ્તો છે.’ તરણે ટિ્‌વટ કરીને વર્ષ ૨૦૧૮ની અત્યાર સુધીની સુપરહિટ ફિલ્મોની લિસ્ટ જાહેર કરી છે. જેમાં ‘પદ્માવત’, ‘સોનૂ કે ટિટૂ કી સ્વીટી’, ‘રેડ’, ‘બાગી-૨’, ‘રેસ-૩’, ‘સંજૂ’, ‘ગૉલ્ડ’, ‘સ્ત્રી’ બાદ ‘બધાઈ હો’ આ આંકડાને પ્રાપ્ત કરનારી ૧૦મી ફિલ્મ બની છે.

Related posts

Hollywood actor Harrison Ford’s movie ‘Indiana Jones 5’ shooting start in Next year

aapnugujarat

પ્રભાસ અને મોહનલાલની ફિલ્મ ‘કનપ્પા’માં અક્ષય કુમારની એન્ટ્રી

aapnugujarat

આલિયાની ગોદભરાઈ માટે સ્પેશિયલ પાર્ટીની શરૂ થઇ તૈયારીઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1