Aapnu Gujarat
Uncategorized

પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા માટે બેઠક મળી

ગીર સોમનાથનાં કોડીનારનાં નાનાવાડા ગામે આજે ‘એક વિચાર એક ભારત’ સંસ્થા અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાનાં તેમજ ગુજરાત અને ભારતના પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા માટે બેઠક મળી.રાજ્યભરના માછીમાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.પાકિસ્તાની જેલમાં કેદ ભારતીય માછીમારોનાં પરિવારની વેદનાને વાચા આપવા તથા આ ભારતીય માછીમારોને પાકિસ્તાની જેલ માંથી વહેલામાં વહેલી તકે છોડાવવા માટે ઠોસ કદમ ઉઠાવવાની લાગણી સાથે આજે કોડીનારનાં નાનાવાડા ગામે માછીમાર અગ્રણીઓની ઉપસ્થિતિમાં ‘એક વિચાર એક ભારત સંસ્થાની બેઠક મળી હતી.આ બેઠકમાં 150 થી વધુ માછીમાર પરિવારજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં મુખ્ય ત્રણ મુદ્દાઓ પર સરકારને રજુઆત કરવામાં આવી હતી જેમાં પાક જેલમાં બંધ ભારતીય માછીમારની મહિલાઓ દ્વારા પ્રધાનમંત્રીને પત્ર દ્વારા આ બાબતે વિનંતી કરવામાં આવી હતી

૧, પાક જેલમાં બંધ ભારતીય માછીમારોને તાત્કાલિક અસરથી છોડાવવા માટે સઘન પગલાં ભરવામાં આવે, ૨, પાક જેલમાં બંધ ભારતીય માછીમારોનાં પરિવારને મળતી સરકારી સહાય માં વધારો કરવામાં આવે અને ૩, આ માછી- મારોનાં તમામ પરિવારજનો સુધી આ સહાય સમયસર પહોંચે તેવી સરળ વ્યવસ્થા કરવામાં આવે.કારણ માછીમારો અભણ અને ભોળી પ્રજા છે.અને તેઓ ક્યારેક ભૂલથી ભારતીય જળસીમા ઓળંગી જાય છે.જ્યારે મોટેભાગે પાકિસ્તાન મરીન સિક્યોરિટી તેનું અપહરણ કરીને પાક જેલમાં બંધક બનાવે છે.ત્યારે અહીં તેનો પરિવાર નોંધારો બની જાય છે. ગુજરાત રાજ્યના અને ભારતના ગરીબ અને લાચાર માછીમારો તેમજ માછીમારી માટે દરિયામાં મજૂરી માટે જતા લોકોને પાકિસ્તાન નેવી દ્વારા સીમમાંથી પકડી અને વર્ષો સુધી કેદ રાખવામાં આવે છે તે બાબતે આ ગરીબ અને લાચાર લોકોની મદદ માટે સરકાર દ્વારા યોગ્ય પગલાઓ ભરવામાં આવે તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ સત્વરે કાર્યવાહી કરવામાં આવે તથા આ માટે સરકાર તેમના પરિવારોને મદદ પૂરી પાડવામાં આવે તેવું નમ્ર નિવેદન પાક જેલમાં બંધ ભારતીય માછીમારોના પરિવારજનોએ પ્રધાનમંત્રીને પત્ર દ્વારા વિનંતી કરી છે

.પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોની આરોગ્ય અને મરણ જનાર પરિજનોની ભારત સરકાર મદદ કરે તેમજ આ બાબતે ભારત સરકાર પાકિસ્તાન સરકારને યોગ્ય તકેદારીના પગલાઓ લેવા બાબતે કાર્યવાહી કરવા માંટે યોગ્ય પગલાઓ ભરે તેવુ નિવેદન પ્રધાનમંત્રીને કરવામાં આવ્યું હતું.આ સાથે એવી પણ માંગણી કરવામાં આવી હતી કે, પાકિસ્તાનમાં કેદ માછીમારોના પરિજનો ની આરોગ્ય તેમજ ગંભીર બિમારીઓ સબબ યોગ્ય પેકેજ જાહેર કરી સરકાર દ્વારા ખાસ પેકેજ જાહેર કરવામાં આવે. તથા પાકિસ્તાન કેદ માછીમારોના પરિજનોનાં બાળકોના અભ્યાસ મદદ માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે. આ સાથે કેટલીક અન્ય માંગણી ઓન પાક જેલમાં બંધ માછીમારના પરિવાર જનો દ્વારા કરવામાં આવી છે

Related posts

લાખાબાવળમાં શરાબની ૫૧૬ બોટલ સાથે ત્રણ શખ્સને પકડી પાડતી એલસીબી

editor

કાંકરેજ તાલુકાના બલોચપુર ખાતે આવેલ પૌરાણિક વિસત માતાજીના મંદિરે જોખણું કરવામાં આવ્યુ

editor

ગીર ગઢડા ૧૫ અને ઉનામાં ૧૦ ઈંચ વરસાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1