Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં ભાજપની હાલ આંધી ચાલી રહી છે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ રાઉન્ડમાં મતદાન પહેલા ઝંઝાવતી પ્રચાર જારી રાખ્યો હતો અને કોંગ્રેસ પાર્ટી ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. મોદીએ દક્ષિણ ગુજરાતમાં ભરુચમાં જોરદાર પ્રચાર સાથે દિવસની શરૂઆત કરી હતી. મોદ બે દિવસના પ્રચાર અર્થે પહોંચ્યા બાદ સૌથી પહેલા ભરુચ સાથે તેમના કાર્યક્રમની શરૂઆત થઇ હતી. અલબત્ત નિર્ધારિત સમય કરતા મોડેથી મોદી સભા સ્થળે પહોંચ્યા હતા. ભરુચમાં ચૂંટણી પ્રચાર કરતા મોદીએ કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી વિભાજનની રાજનીતિ રમી રહી છે. મોદીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની આંધી ચાલી રહી છે. એક બટન દબાવવાથી ગુજરાતનું ભાગ્ય બદલાશે. મોદીએ ઉત્તર પ્રદેશ સ્થાનિક ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસ પાર્ટીનો સંપૂર્ણ સફાયો થયા બાદ હવે ગુજરાતમાં નંબર છે તેવી વાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પાર્ટીની કર્મ ભૂમિ રહી છે. ઉત્તર પ્રદેશમાંથી કોંગ્રેસના અનેક વડાપ્રધાનો રહી ચુક્યા છે. કોંગ્રેસ પાર્ટીને ઉત્તર પ્રદેશમાં હાર બાદ સમજાતુ નથી કે તેને ક્યાં જવું જોઇએ. ઉત્તર પ્રદેશમાંથી કોંગ્રેસને સફાયો થઇ ચુક્યો છે. કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભાજપને લઇને લોકોનો જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ભાજપની આંધી જોવા મળી રહી છે. કોંગ્રેસે સરદાર સરોવર બંધની કામગીરીને અટકાવી હતી. ૨૦૧૮ સુધી નર્મદાના કિનારે સરદાર પટેલની મૂર્તિને નિર્માણ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી ગુજરાતના જાતિવાદની રાજનીતિ રમી રહી છે. કોંગ્રેસ પાર્ટી વિભાજનની નીતિ રમી રહી છે. ભરુચના વિકાસ માટે કોંગ્રેસ પાર્ટીએ કોઇ કામ કર્યું નથી. કોંગ્રેસ પાર્ટી ભાજપને લઇને વિરોધ કરે તે બાબત સમજાય છે પરંતુ વિકાસને લઇને વિરોધ કરે તે બાબત સમજાતી નથી. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના સમયમાં ગુજરાતમાં સંચારબંધીની સ્થિતિ રહેતી હતી. ભરુચમાં મહિનાઓ સુધી સંચારબંધી રહેતી હતી. હવે શાંતિ અને સુરક્ષા છે. જનતા સુરક્ષા અને સલામતી ઇચ્છે છે અને તે અમાર પ્રાથમિકતા છે. ગુજરાતમાં વિકાસ અને ગુજરાતની સુરક્ષા માટે ભાજપ કરી શકે છે. કોંગ્રેસ પાર્ટી બુલેટ ટ્રેન જેવી યોજનાઓનો પણ વિરોધ કરી ચુક છે. કારણ કે, કોંગ્રેસ પાર્ટ આ યોજનાને આગળ વધારી શકી ન હતી. મોદીએ કહ્યું હતું કે, વિકાસ ભાજપનો મંત્ર અને ઉદ્દેશ્ય છે. આજે દક્ષિણ ગુજરાતના ભરુચ બાદ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં પણ મોદીએ આક્રમક સંબોધન કર્યું હતું. મોદીએ ત્યારબાદ સાંજે સ્વામિનારાયણ ગુરુકુળ યુનિવર્સિટી પ્રતિષ્ઠાના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. બીજી બાજુ મોદીએ સુરેન્દ્રનગરમાં પણ આક્રમક પ્રચાર કર્યો હતો. સુરેન્દ્રનગરની સભામાં મોદીએ કોંગ્રેસ ઉપર આક્રમક પ્રહારો કર્યા હતા. ભરુચમાં આમોદમાં ચૂંટણી સભા કર્યા બાદ સુરેન્દ્રનગરમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જનતા જનાર્દનના દર્શન માટે ગુજરાતના જુદા જુદા ભાગોમાં ગયા છે. તમામ જગ્યાએ ભાજપની આંધી જોવા મળી રહી છે. ૨૦૦૭ અને ૨૦૧૨ કરતા પણ વધુ અભૂતપૂર્વ આંધી દેખાઈ રહી છે. સુરેન્દ્રનગરમાં મોદી મોડેથી પહોંચ્યા હતા. ગુજરાતને કોઇ પીંખી ન નાંખે તે માટે ભાજપને મત આપવા માટે તેઓએ સુચન કર્યું હતું. નવસારીની ચૂંટણીમાં ત્રણ આગાહી તેમણે કરી હતી જે પૈકી એક સાચી થઇ ચુકી છે. ગુજરાતની ચૂંટણીમાં પણ કોંગ્રેસની હાલત ઉત્તર પ્રદેશ જેવી જ થવાની છે. કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણીનો વંટોળ જાગ્યો છે. એક યુવાને શહઝાદાને પડકાર ફેંક્યો છે. શહજાદને વોટ્‌સએપ ગ્રુપમાંથી બહિષ્કાર કરવાની વાત થઇ રહી છે. લોકશાહીના ગુણગાન કરતી પાર્ટીને સામૂહિક બહિષ્કાર કરવાની ઘોષણા કરવાની ફરજ પડી રહી છે. ઘરમાં લોકશાહી ન હોય તો દેશની લોકશાહીનો સ્વિકાર કરી શકે તેવો આક્ષેપ મોદીએ કર્યો હતો. રાજ્યની કોંગ્રેસ કમિટિઓમાં સારા સભ્યો હોવા છતાં આડેધડ પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે. મોદીએ પોતાના પોતાના સંબોધનમાં ઇન્દિરા ગાંધીનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ખુરશી બચાવવા માટે દેશમાં કટોકટી લાદી દેવામાં આવી હતી. બધા નેતાઓને જેલભેગા કરી દેવાયા હતા. ૧૯ મહિના દેશ જેલખાનુ બની ગયું હતું. છાપામાં કઇ લખવું હોય તો ઇન્દિરાબેનની પરવાનગી લેવી પડતી હતી. કોંગ્રેસની ચૂંટણી માત્ર ઔપચારિકતા છે. ચૂંટણી પરિણામ પણ નક્કી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક વિકાસ કામગીરી હાથ ધરવામાં આવી ચુકી છે. ખેતી, લઘુ ઉદ્યોગ અને ટ્યુરિઝમમાં સુરેન્દ્રનગર સિરમોર બનનાર છે. ગુજરાતને બદનામ કરવા તમામ પ્રયાસો કોંગ્રેસ તરફથી કરવામાં આવી ચુક્યા છે. મોદીએ કહ્યું હતું કે, ગુજરાતને બદનામ કરવા ગધેડા જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ગધેડા હોવાનું તેમને ગર્વ છે. ગધેડા ક્યારે ભેદભાવ ન કરે. નર્મદાના પાણીના મુદ્દે પણ તેમણે વાત કરી હતી અને ઉમેર્યું હતું કે, તમામ જગ્યાઓએ પાણી પહોંચાડવા માટે કામ કરવામાં આવ્યું છે. સૌની યોજના મારફતે પાઇપલાઇનથી પાણી લઇ જવામાં આવ્યું છે. રાજકોટમાં રેલવેના ટેન્કરમાં પાણી લઇ જવાની ફરજ પડતી હતી અમે નળમાં પાણી પહોંચાડવાની સ્થિતિ સર્જી છે. કોંગ્રેસને ગુજરાતની સેવા કરવામાં કોઇ રસ નથી. તેમને બેંગ્લોરમાં રિસોર્ટમાં જઇને રહેવાનું પસંદ છે. જાતિવાદનું ઝેર કોંગ્રેસનો સત્તામાં આવવાનો એક જ નુસ્ખો છે. પતંગ હોય તો હુલ્લડ, કોઇ તહેવાર હોય તો હુલ્લડ, ભાઈ ભાઈને કાપે તેવી દુર્દશા હતી પરંતુ ગુજરાતમાં હવે શાંતિ સ્થાપિત થઇ ચુકી છે. ચૂંટણીમાં ગુજરાતના તાણાવાણા પીંખી ન નાંખે તે માટે જાગતા રહેવાનો સમય આવી ગયો છે. કાળી મજુરી કરીને લોહી પાણી એક કરને ગુજરાતને મુશ્કેલમાંથી બહાર કાઢવામાં આવ્યું છે. બુલેટ ટ્રેનનો વિરોધ કરનાર લોકોએ બળદગાડીમાં યાત્રા કરવી જોઇએ. અમને કોઇ વાંધો નથી. તેમણે ઉમેર્યું હતું કે, હાઈસ્પીડ ટ્રેનથી ગુજરાતમાં વ્યાપક રોજગારીની તકો સર્જાશે.

Related posts

रामरहीम टेकरा पर गैरकानूनी बिजली कनेक्शन के करन्ट से युवती की मौत

aapnugujarat

મંજુરી નહીં છતાંય હાર્દિકનો અમદાવાદમાં મેગા રોડ-શો

aapnugujarat

मुख्यमंत्री विजय रुपाणी ने १००० की कीमत पर टेब्लेट वितरण का आरंभ कराया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1