Aapnu Gujarat
ગુજરાત

આરોગ્ય સેવાને એકબીજાની સાથે જોડી દેવા માટે જરૂર છે : અમદાવાદ એસજીવીપીમાં મોદીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝંઝાવતી ચૂંટણ પ્રચારમાં સમય કાઢીને સાંજે અમદાવાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યાલય પ્રતિષ્ઠાનમ (એસજીવીપી)ના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. મોદીએ સંકુલમાં નવનિર્મિત હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કર્યું હતું. મોદીએ આ પ્રસંગે પણ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું અને પોતાની સરકાર દ્વારા કરવામાં આવેલી વિકાસ કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. સાથે સાથે સ્વામિનારાયમ પરંપરા, વ્યવસ્થા, શિસ્તની વાત કરી હતી. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતુ ંકે, આયુષ હેઠળ બધી પદ્ધતિઓને એક સાથે પુરક બનાવવામાં આવી રહી છે. મોદીએ આરોગ્ય સેવાને એક બીજા સાથે જોડી દેવાન જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. દેશના દરેક જિલ્લામાં આયુર્વેદથ સારવાર મળે તે દિશામાં પણ સરકાર કામ કરી રહી હોવાની વાત મોદીએ કરી હતી. હર્બલ મેડિસીન વિશ્વમાં કઇરીતે પહોંચે તે દિશામાં કામ થઇ રહ્યા છે. વિશ્વ યોગ દિવસની શરૂઆત કઇરીતે થઇ તે અંગે પણ તેમણે વાત કરી હતી. આજે સાઉદી અરેબિયાની શાળાની અંદર યોગના ક્લાસ ચાલી રહ્યા છે. યોગ રોગમુક્તિનો એક હિસ્સો છે. વિશ્વના નેતાઓ જ્યારે હળવાશની પળો હોય છે ત્યારે યોગના સંદર્ભમાં પ્રશ્નો કરે છે. મધ્યમવર્ગ, નિમ્ન વર્ગ માટે સ્ટેન્ડના ભાવમાં ઘટાડો કરવામાં સરકારને સફળતા મળી છે. જનઔષધિ કેન્દ્ર દ્વારા લોકોને સસ્તી દવાઓ આપવાને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેના પરિણામ સ્વરુપે ૪૫થી ૫૦ કરોડ રૂપિયાની બચત લોકોને થવા લાગી ગઈ છે. ગુજરાતભરમાં ૧૫૦ જેનેરિક કેન્દ્રો ખોલવામાં આવ્યા છે જે દવા પહેલા ૧૫૦ રૂપિયામાં મળતી હતી તે દવા હવે ૧૫ રૂપિયામાં ઉપલબ્ધ થઇ રહી છે. ગુજરાતના દરેક જિલ્લામાં મોટી હોસ્પિટલો, મેડિકલ કોલેજો બને તે પ્રકારનું આયોજન થઇ રહ્યું છે. એમબીબીએસની ૩૫૦૦થી વધુ બેઠકો કરવામાં આવી છે. પહેલા નવ મેડિકલ કોલેજ હતી જેની સામે હવે ૨૨ મેડિકલ કોલેજો થઇ છે. ફિઝિયોથેરાપીમાં ૪૧૩૦ બેઠકો થઇ છે. મેડિકલને લગતા સાધનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. મોદીએ પોતાની સરકારની સિદ્ધિઓને રજૂ કરતા કહ્યું હતું કે, યમનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા. શ્રીલંકા, પાકિસ્તાનના માછીમારોને જેલમાંથી મુક્ત કરાવવામાં સફળતા મળી રહીછે. શ્રીલંકામાં પાંચ ભારતીયોને ફાંસી અપાવવાની હતી. આ લોકોને પરત લાવવામાં સફળતા મળી છે. કુપોષણની લડાઈ લડવામાં આવી રહી છે. ઇન્દ્રધનુષ યોજના દ્વારા લોકોને ઘરમાં જ આરોગ્યની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

Related posts

भारतीय सेना के विभिन्न पदों के लिए भर्ती मेले का आयोजन

aapnugujarat

રસ્તા વચ્ચે આબરૂ લૂંટવાનો પ્રયાસ કરાતા હાહાકાર

aapnugujarat

રૂપાણીનું રાજીનામું લઇ લેવાયું છે, દસ દિવસમાં નવા સીએમ : હાર્દિક પટેલનું વિવાદાસ્પદ નિવેદન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1