Aapnu Gujarat
ગુજરાત

મોદી વડાપ્રધાન બન્યા બાદ ૧૭ રાજ્યમાં ચૂંટણી યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પણ આક્રમક ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતમાં ૧૮૨ વિધાનસભા સીટો માટે નવ અને ૧૪મી ડિસેમ્બરના દિવસે બે તબક્કામાં મતદાન યોજાનાર છે જ્યારે મતગણતરી ૧૮મી ડિસેમ્બરના દિવસે થશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ૮૯ સીટ પર મતદાન થશે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં આચારસંહિતા અમલી બન્યા બાદથી અનેક રેલી કરી ચુક્યા છે. આચારસંહિતા અમલી બને તે પહેલા મોદીએ ગુજરાતમાં ૧૬ કાર્યક્રમ કર્યા હતા. મોદી વડાપ્રધાન બન્યા બાદ હજુ સુધી ૧૭ રાજ્યોમાં ૧૭ રાજ્યોમાં ચૂંટણી થઇ છે જે પૈકી મોદી ૧૭૦થી વધુ રેલી કરી ચુક્યા છે. આ રેલીઓમાં ગુજરાતની તમામ રેલીઓને જોડી દેવામાં આવે તો મોદી ચૂંટણી રેલીને લઇને પણ બેવડી સદી ફટકારવા જઈ રહ્યા છે. મોદીએ સૌથી વધારે બિહારમાં ૩૧ રેલીઓ કરી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં ૨૭ અને ૨૪ રેલી કરી છે. આસામમાં ૧૫, ઝારખંડમાં ૧૪, હરિયાણામાં ૧૧, પશ્ચિમ બંગાળમાં ૧૦થી વધુ રેલી કરી ચુક્યા છે. મોદીએ હજુ સુધી જે ૧૭ રાજ્યોમાં ચૂંટણી રેલીઓ યોજી છે તે પૈકી નવ રાજ્યોમાં ભાજપને શાનદાર જીત મળી ચુકી છે. ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર જારી રાખ્યો છે. ગુજરાતમાં પણ અનેક રેલીઓ કરી ચુક્યા છે. આચારસંહિતા અમલી બન્યા બાદ પણ ૧૦થી વધુ રેલી કરી ચુક્યા છે. ૨૭ અને ૨૮મી નવેમ્બરના દિવસે આઠ રેલી યોજી હતી અને હવે બીજી આઠ રેલી કરી રહ્યા છે. હજુ ઘણી રેલી કરે તેવી પણ શક્યતાઓ છે.

Related posts

सत्ताधीशों ने ७०० से ८०० करोड़ के प्रोजेक्ट के भूमिपूजन करेंगे

aapnugujarat

સુરેશ શાહ હત્યા કેસમાં મુખ્ય આરોપી શેખવા ઝડપાયો

aapnugujarat

સરકારની રચના-મુખ્યમંત્રીના નામને લઇ ભાજપમાં કશ્મકશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1