Aapnu Gujarat
ગુજરાત

રસ્તા વચ્ચે આબરૂ લૂંટવાનો પ્રયાસ કરાતા હાહાકાર

અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે બે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી તપાસ શરુ કરી છે. ભોગ બનનારી મહિલાએ પંકજ અને સંજય ઠાકોર નામના બે યુવકો સામે ફરિયાદ આપી છે. મહિલાની ફરિયાદ છે કે આરોપીઓએ રસ્તા વચ્ચે તેની સાડી ખેંચીને તેની આબરુ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત યુવકોએ રસ્તા પર ધક્કો મારી દેતા તેને ઈજા પહોંચી હતી.
ફરિયાદીની દીકરીને પેટમાં તકલીફ હોવાને કારણે તેણી પતિ અને દીકરી સાથે સોડા પીવા માટે બહાર નીકળી હતી. જ્યાં ઈદગાહ સર્કલ સીટી સેન્ટરથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે આરોપીઓ એક્ટિવા લઈને આવ્યા હતા. આરોપી સંજયે તેની પાસે રહેલો લોખંડનો પાઇપ ફરિયાદી તરફ વિંઝતા તેના પતિને ઈજા પહોંચી હતી.
આ અંગે એવી માહિતી સામે આવી છે કે ફરિયાદીની ભત્રીજીની સગાઈની વાત આરોપી પંકજના ભાઈ સાથે છ મહિના પહેલા ચાલી હતી. જોકે, સગાઈ ન થતા તેની અદાવત રાખી આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે હાલ માધુપુરા પોલીસે આઈપીસી ૩૫૪, ૩૨૩, ૨૯૪ (ખ), ૫૦૬ (૨), અને ૧૧૪ મુજબ ફરિયાદ દાખલ કરી તપાસ કરી રહી છે.

Related posts

GIFT CITYમાં દારૂ પીવાની મળી છૂટ

aapnugujarat

ગુજરાતના નવા મુખ્યપ્રધાને શપથ ગ્રહણ કર્યા

editor

म्युनि. तंत्र के पास वायरोलोजिकल टेस्ट के लिए लेबोरेटरी नहीं है

aapnugujarat

Leave a Comment

UA-96247877-1