ગાંધીનગરમાં ઈન્ટરનેશન હબ એવી ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ ટેક સિટી ( GIFT CITY )માં લીકર પરિશનને લઈ મોટો નિર્ણય લેવાયો છે. રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગે અહીં કામ કરતા કર્મચારીઓ તથા અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીનાં મુલાકાતીઓને લીકર સેવન માટે મુક્તિ આપી દીધી છે. અહીં ઓથોરાઈઝડ વિઝિટિરને પણ દારૂ પીવાની છૂટ અપાશે જે અહીં આવેલી હોટેલ, રેસ્ટેરાં તથા ક્લબમાં દારૂનું સેવન કરી શકશે. જોકે આ વિસ્તારની હોટેલ તથા ક્લબને દારૂનાં વેચાણની પરવાનગી આપવામાં આવી નથી.
GIFT CITYમાં નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલની કંપનીઓ છે. જેમાં ગ્લોબલ ડિલ, ટેકનિકલ એક્સપર્ટ, આર્થિક ગતિવિધિઓ તથા ગ્લોબલ ઈન્વેસ્ટર્સ, ગ્લોબલ બિઝનેસ ઈકોસિસ્ટમ પણ પ્રોવાઈડ કરવામાં આવી છે. જેથી અહીં દેશ વિદેશથી કર્મચારીઓ, વિઝિટર આવશે તેમને ધ્યાનમાં રાખીને દારૂબંધીના નિયમ આ વિસ્તારમાં હળવા કરવાનો નિર્ણય કરાયો છે.
હવે કેવા વિઝિટરને દારૂ પીવા મળશે
જોકે આ છૂટછાટમાં પણ શરતો છે કે જે કંપની ગિફ્ટ સિટીમાં હોય તેણે ઓથોરાઈઝ કર્યા હોય તેવા જ વિઝિટરને દારૂ પીવાની છૂટ મળશે. એટલું જ નહીં તેમને પણ આ કાયમી કર્મચારી જે ગિફ્ટ સિટીની કંપનીમાં કામ કરે છે તેની હાજરીમાં જ આ દારૂનું સેવન કરવાની અનુમતિ મળશે. અહીં આવતા વિઝિટરની પાસે જો આ પ્રમાણેની અનુમતિ હશે તો જ તે સેવન કરી શકશે દરેક વિઝિટરને દારૂ પીવાની છૂટ નહીં મળે.
ગિફ્ટ સિટીમાં જે કઈ પણ હોટેલ, ક્લબ કે રેસ્ટોરાં આવી છે તે FL-3 પરવાના મેળવી શકશે જોકે તેઓ માત્ર દારૂ પીરસી શકશે તેની બોટલોને વેચવાની અનુમતિ તેમને મળી નથી.