Aapnu Gujarat
ગુજરાત

ડભોઈમાં જર્જરિત ટાંકી તૂટશે તો તેનું જવાબદાર કોણ ?

ડભોઇમાં મોતીબાગ ખાતે આવેલ પાણીની ટાંકી ખૂબજ જર્જરિત થઈ ગઈ છે છતાં નગરપાલિકા તંત્ર જાણે આંધળી અવસ્થામાં હોય એમ લાગી રહ્યું છે. પાણીની ટાંકી નજીકમાં આવેલ શાક માર્કેટમાં અવર જવર કરતા લોકો માં ભયનો માહોલ સર્જાયો છે. ડભોઇમાં એક માત્ર શાક માર્કેટ હોવાના કારણે રોજ હજરોની સંખ્યામાં નગરજનો અહીં આવતા હોય છે અને લોકો આ જર્જરિત ાટંકીની પાસે પોતાના વાહન પાર્ક કરતા હોય છે. ના કરે નારાયણ ને ટાંકી કડડભૂસ થાય તો જાનમાલનું નુકસાન થઈ શકે તેમ હોઈ નાગરિકોમાં ભય વ્યથિત થઈ રહ્યો છે. ડભોઇ નગરમાં પાણી આપતી બે પૈકી એક ટાંકીની હાલત જર્જરિત જોવા મળી રહી છે. ડભોઇ નગરપાલિકા આ ટાંકીની સમયસર મરમ્મત કરાવે અથવા તો નવી ટાંકી બનાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જો આ બાબત નગરપાલિકા ગંભીરતાથી નહીં લે તો આવનારા દિવસોમાં મોટી દુર્ઘટના સર્જયી શકે છે. વર્ષો જૂની આ ટાંકીઓને સમય પ્રમાણે હવે રીનોવેશનની જરૂર છે. નગરપાલિકા મોતીબાગમાં આવેલ ટાંકીની મરમ્મતનું કામ નથી કરતી ઉપરાંત શાક માર્કેટના વેપારીઓને તેમની જૂની જગ્યા તળાવ પર આવેલ શાક માર્કેટની જગ્યા પણ નથી ફાળવતી જેના માટે ડભોઇનું બાગ જે લોકોને ફરવા બેસવા માટે બાનવેલ છે ત્યાં શાક માર્કેટ ચલાવવા વેપારીઓ મજબુર બની ગયા છે. હવે જોવાનું એ રહ્યું કે ડભોઈ નગરપાલિકાની ઉંઘ ઉડશે કે પછી કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોવાશે એ તો આવનાર સમય જ બતાવશે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

६ से १२ दिसम्बर से मोदी फिर से गुजरात के दौरे पर

aapnugujarat

ખેલ રાજ્યમંત્રીએ બાઠવા ગામે તળાવમાં ડૂબી જવાથી મરણ પામેલા યુવાનોના પરિવારોને સાંત્વના પાઠવી

aapnugujarat

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ

editor

Leave a Comment

UA-96247877-1