Aapnu Gujarat
ગુજરાત

વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે હિંમતનગર ખાતે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કાર્ડ વિતરણ કરાયા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનનાં ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકામાં અલગ-અલગ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં હિંમતનગર જૂની સિવિલ હોસ્પિટલ ( તાલુકા હેલ્થ સેન્ટર ) ખાતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યમંત્રી ઈશ્વર પટેલ, જયંતિ રવિ ( આરોગ્ય સચિવ ), સાબરકાંઠા જિલ્લાના સાંસદ દીપસિંહ રાઠોડ, હિંમતનગર તાલુકાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલ તથા સહકારી ક્ષેત્રના અગ્રણી મહેશ પટેલ, જેઠાભાઇ પટેલ તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતાં. ગુજરાત રાજ્ય યુવક બોર્ડ સાબરકાંઠા દ્વારા ૫૫૦ જેટલા અંગદાન સ્વેચ્છાએ દાતાઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. પ્રધાનમંત્રી જનકલ્યાણકારી યોજના સાબરકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે હિંમતનગરના ગરીબોના મસિહા ગણાતા અશોક સથવારાને પ્રમુખની વરણી થયેલ હતી તેમનું પણ મંત્રી ઈશ્વર પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ જોડાયા હતા. સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ગુજરાત યુવક બોર્ડ ઝોન પ્રભારી બીપીન ઓઝા તથા સાબરકાંઠા જિલ્લા સંયોજક મંથન પંચાલ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

આ ચૂંટણીમાં હું કોઈ જ પક્ષમાં જોડાવાનો નથી : જિગ્નેશ મેવાણી

aapnugujarat

વાઈટબ્રન્ટના નામે કરોડોના ધૂમાડાનો ધાનાણીએ કર્યો વિરોધ

aapnugujarat

ગાંધીનગરમાં ડેપ્યુટી સીએમ અને નાણાંપ્રધાન નીતિન પટેલે વિવિધ વિભાગો સાથે બેઠક યોજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1