Aapnu Gujarat
ગુજરાત

ઈડર રાણી તળાવ ખાતે નમામી નર્મદે મહોત્સવ ઉજવાયો

ઇડર નગરપાલિકા દ્વારા ઈડર રાણી તળાવ ખાતે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સપાટી ૧૩૮ની પાર સરદાર સરોવર ડેમ સંપૂર્ણ પણે ભરાઈ ચુક્યો છે તે અંતર્ગત ઇડર રાણી તળાવ ખાતે આવેલ જલ મંદિર પર નમામી દેવી નર્મદે ની પૂજા-અર્ચના કરી આરતી ઉતારી શ્રીફળ ચુંદડી ,ગુલાલ અને ફુલ અર્પણ કરીને નમામિ નર્મદ દેવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ઇડર વડાલી ધારાસભ્ય હિતુ કનોડિયા, ઇડર નગરપાલિકા પ્રમુખ ડો. જશવંતકુમારી વાઘેલા, નગરપાલિકા ચીફ ઓફિસર દેસાઈ, ઈડર નાયબ કલેકટર એ.જે. દેસાઈ, ઈડર મામલતદાર એચ.બી.કોદરવી, દિનેશ પરમાર, ઇડર મંકલેશ્વરના મકાલગીરી, નગરપાલિકા કોર્પોરેટરો અને નગરપાલિકા સ્ટાફ તેમજ ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને નમામિ નર્મદે દેવીના વધામણા કરી ઈડર ધારા સભ્ય હિતુ કનુડીયા ગરબે ઘૂમી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

મહેસાણાનો ૧૦ વર્ષનો આરવ કરે છે ઓક્સિજનનું વાવેતર

editor

મેમનગર વિસ્તારમાં ચાલતી વધુ પાંચ ટેરેસ રેસ્ટોરન્ટ સીલ

aapnugujarat

બુલેટ ટ્રેનનું ખાતમૂર્હુત સ્થળ સલામતી છાવણીમાં ફેરવાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1