Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં ડેપ્યુટી સીએમ અને નાણાંપ્રધાન નીતિન પટેલે વિવિધ વિભાગો સાથે બેઠક યોજી

ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને કેટલીક લોભામણી જાહેરાત કરી હતી. નીતિન પટેલ ક્યાંક હા તો ક્યાંક ના કહેતા નજરે પડ્યા. ગાંધીનગરમાં બજેટને લઈને યોજાયેલી બેઠક પછી નીતિન પટેલે પત્રકારોને કરેલા સંબોધનમાં કેટલીક મહત્વપૂર્ણ વાતો કહી. જેમાં મગફળી અને કપાસના ભાવ, શિક્ષકોની ભરતી, આંગનવાડી બહેનો અને આશાવર્કર્સ બહેનોના મુદ્દાને આવરી લીધો.ગાંધીનગરમાં ડેપ્યુટી સીએમ અને નાણાંપ્રધાન નીતિન પટેલે વિવિધ વિભાગો સાથે હેઠક યોજી હતી. વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટ વિશે ચર્ચા કરી હતી. જેમાં વિભાગીય યોજનાના સમાવેશ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પછી નીતિન પટેલે કપાસ અને મગફળીના ટેકાના ભાવે ખરીદી પર નિવેદન આપતા કહ્યું કે,મગફળીની ખરીદી બંધ કરવામાં આવી નથી. મગફળીની ખરીદી ચાલુ જ રહેશે. જ્યારે કપાસ અંગે કહ્યું કે કપાસનો પાક ટેકાના ભાવે ખરીદવાની જરૂર નથી.નીતિન પટેલે કહ્યું હતું કે,ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદીની જે વાત છે તેમાં મગફળીની ખરીદી બંધ કરી દેવામાં આવી છે તે વાત ખોટી છે. કેટલાંક લોકો દ્વારા પત્થર અને માટી ભેળવી મગફળી વેંચવા પ્રયાસ કરવામાં આવતો હતો. તેને લીધે ખરીદી અટકાવી દેવામાં આવી છે.
મગફળીની ખરીદી ચાલું જ રહેશે. ક્વિન્ટલ દીઠ રૂ. ૪૫૦૦ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા અત્યારસુધીમાં રૂ. ૩૪૯૫ કરોડની કિંમતની મગફળી ખરીદી કરવામાં આવી છે. રાજ્યમાં મગફળીની ખરીદી બંધ કરી દેવામાં આવી હોવાના સમાચારો ખોટાં છે. માર્કેટ યાર્ડમાં ૧૩૭ કેન્દ્રો પર મગફળીની ખરીદી ચાલુ જ રહેશે.નીતિન પટેલે વધુંમાં કહ્યું હતું કે,સરકાર દ્વારા ભારત સરકારને બીજી વધુંમાં ૪ લાખ ટનની મગફળીની ખરીદી કરવા ભારત સરકારને દરખાસ્ત કરવામાં આવી છે. ભારત સરકારની મંજૂરી મળે મગફળીની ખરીદી માટે વધું સેન્ટરો શરૂ કરાશે. જોકે નીતિન પટેલે ટકોર કરતાં કહ્યું હતું કે નબળી ગુણવત્તાવાળી મગફળી પણ વેંચવામાં આવી રહી છે. અત્યારસુધીમાં કુલ ૭ લાખ ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે.નીતિન પટેલે કપાસની ખરીદી વિશે કહ્યું હતું કે,કપાસના પાકને ટેકાના ભાવે ખરીદવાની જરૂર નથી. કપાસના ભાવમાં વધારો થયેલો જ છે.નાની મંડળીઓની મંજૂરી હાલ પુરતી બંધ કરવામાં આવી છે.
નીતિન પટેલે રાજ્યમાં નવા શિક્ષકોની ભરતી વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે,રાજ્યમાં ૬૮૫૦ નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. લાખો વિદ્યાર્થીઓ અને શાળાઓને નવા શિક્ષકો મળશે. રાજ્ય સરકારના કર્મચારીઓને મળતાં તમામ લાભ નવી ભરતીમાં શિક્ષકોને મળશે.શિક્ષકોની ભરતી વિશે વધું સ્પષ્ટતા કરતાં નીતિન પટેલે કહ્યું હતું કે,જે ૬૮૫૦ શિક્ષકોની ભરતી કરવામાં આવનારી છે તેમાં ૧૫૬૬ આચાર્યની ભરતી કરાશે. વહેલી તકે શિક્ષકોની ભરતીની કામગીરી હાથ ધરવામાં આવશે.નીતિન પટેલે આંગણવાડીની બહેનોના મામલાને પણ વણી લીધો હતો. તેમણે કહ્યું હતું કે,આંગણવાડી બહેનોને યોજના મુજબ વેતન મળે છે. રાજ્ય સરકાર ઉમેરીને માનદ વેતન આપે છે. આશાવર્કરોનું વેતન વધારવા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે. આ મામલે નાણાંમંત્રી અરુણ જેટલી સાથે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.
ડે.સીએમ નીતિન પટેલને પણ સીએમ જેવી હાઈટેક ઓફિસ ફાળવવામાં આવી છે. ડે.સીએમને અત્યાધુનિક સુવિધાથી સજ્જ ઓફિસ ફાળવાઈ છે. શુક્રવારે સવારે ડે.સીએમે હાઈટેક ઓફિસમાં સ્થાન ગ્રહણ કર્યું. ડે.સીએમના પી.એ., પી.એસ. માટે પણ ઓફિસ હાઈટેક કરાઈ. ડે.સીએમના હોદ્દાને આધારિત ચેમ્બર ફાળવાઈ

Related posts

સરવણા ગામનાં લોકોએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સમક્ષ નેશનલ હાઈવે – ૪૮ પર સર્વિસ રોડ બનાવવા રજુઆત કરી

aapnugujarat

વલસાડના ઉમરગામના દહાડ ગામે વિદ્યાર્થીનીની હત્યા

aapnugujarat

બર્ડ હીટથી ઇન્ડિગોની ફલાઇટમાં રહેલ યાત્રીઓનો સહેજમાં બચાવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1