Aapnu Gujarat
બિઝનેસ

એલઆઇસીએ હવે આધાર કાર્ડને જરૂરી ગણાવ્યું

સરકારે આધાર કાર્ડને અનેક પ્રકારની સેવાઓ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ૩૧મી માર્ચ ૨૦૧૮ કરી દીધી હતી. આ દરમિયાન એક અન્ય સેવા માટે આધાર કાર્ડ જરૂરી બનાવી દેવાયું છે. દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઇસીએ હવે આધાર કાર્ડને જરૂરી ગણાવ્યું છે. હવે એલઆઈસીની નવી પોલીસી લેવા કે કોઈ વીમા રાશિની ચૂકવણીમાં આધારકાર્ડ નંબર જરૂરી બનાવી દીધો છે. આ જાહેરાત એલઆઇસીની વેબસાઈટ પર કરવામાં આવી છે.નવી ડિઝાઈનમાં પોલીસી હોલ્ડરે રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડ નંબર આપવો જરૂરી છે. તો પોતાના પોલીસી પેજને એક્સેસ કરવા માટે પણ આધાર કાર્ડની ડિટેઈલ દેવી પડશે. જો આપ એલઆઈસીના પેજ પર કસ્ટમર લોગ ઈન કરો છો અને આધારકાર્ડની ડિટેઈલ નથી આપતા, તો તમારું એકાઉન્ટ નહિં ખુલે. જો કોઈ ગ્રાહક પોતાના આધારનંબરને સાઈન ઈન કરીને અપડેટ નથી કરતો, તો તે પોતાના પેમેન્ટના હિસ્ટ્રી પેજને એક્સેસ નહિં કરી શકે. એટલું જ નહિં આધાર વિના ગ્રાહક પોતાના દસ્તાવેજો અને અન્ય જાણકારીઓને પણ વેબસાઈટ પર નહિં જોઈ શકે. આ મામલે કાયદા નિષ્ણાતોનું કહેવું છે કે એલઆઇસીના લોગઈન માટે આધાર કાર્ડ નંબરને જરૂરી બનાવવું એ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન છે.

Related posts

સેંસેક્સ ૬૨૩ પોઈન્ટ ઉછળીને બંધ

aapnugujarat

એફપીઆઈ રજિસ્ટ્રેશન નિયમ વધુ સરળ કરવા સેબીની તૈયારી

aapnugujarat

અદાણી-હિંડનબર્ગ કેસમાં તપાસ સમિતિની અદાણીને ક્લિનચિટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1