Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનમાં ભગતસિંહને સર્વોચ્ચ વીરતા પદક આપવાની માંગ ઉઠી

શહીદ-એ-આઝમ ભગતસિંહને પાકિસ્તાનમાં સર્વોચ્ચ વીરતા પુરસ્કાર નિશાન-એ-હૈદર આપવું જોઈએ. સાથે જ લાહોરની શાદમાન ચૌક પર તેમની એક પ્રતિમા લગાવવી જોઈએ. આ માંગ પાકિસ્તાનના એક સંગઠન દ્વારા કરવામાં આવી છે. આ સંગઠન સ્વતંત્રતાના આ મહાન સેનાનીને કોર્ટમાં નિર્દોષ સાબિત કરવા માટે કામ કરી રહ્યુ છે. શહીદ ભગતસિંહને બે અન્ય સ્વતંત્રતા સેનાનીઓ રાજગુરુ અને સુખદેવની સાથે ૨૩ માર્ચ, ૧૯૩૧ના રોજ ૨૩ વર્ષની ઉંમરમાં ફાંસી આપવામાં આવી હતી. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમણે અંગ્રેજોની હુકૂતમ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું અને બ્રિટિશ પોલીસ અધિકારી જોન.પી. સેન્ડર્સની હત્યા કરી હતી.
પાકિસ્તાનની પંજાબ પ્રાંતની સરકારને પોતાની બે અરજીમાં ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશને કહ્યું કે, ભગત સિંહે ઉપમહાદ્વીપની સ્વતંત્રતા માટે પોતાનુ બલિદાન આપ્યું હતું. અરજી અનુસાર, પાકિસ્તાનના સંસ્થાપક કાયદે આઝમ મોહંમદ અલી ઝિન્નાએ ભગત સિંહને એમ કહીને શ્રદ્ધાંજલિ આપી હતી કે, ઉપમહાદ્વીપમાં તેમના જેવો વીર વ્યક્તિ કોઈ નથી. ભગતસિંહ અમારા નાયક છે. તે મેજર અઝીઝ ભુટ્ટોની જેમ જ સર્વોચ્ચ વીરતા પુરસ્કાર મેળવવાના હકદાર છે. જેમને ભગતસિંહને આપણા નાયક અને આદર્શ જાહેર કર્યા હતા. ફાઉન્ડેશને શાદમા ચૌકનું નામ ભગત સિંહ ચૌક કરવાની માંગ કરી હતી. ફાઉન્ડેશને કહ્યું કે, પંજાબ સરકારને તેમાં વધુ મોડું ન કરવું જોઈએ, જે દેશ પોતાના નાયકોને ભૂલાવી દે છે, તે ધરતીથી ખોટા શબ્દોની જેમ મટી ગયા છે.

Related posts

रूस से हमें क्या खरीदना है क्या नहीं, कोई देश न बताए : जयशंकर

aapnugujarat

પાંચ-પાંચ પત્નીઓએ સહવાસ માણ્યો, પતિ મૃત્યુ પામ્યો..!!

aapnugujarat

અમેરિકામાં ભારતીય મૂળની મહિલાની હત્યા

editor

Leave a Comment

UA-96247877-1