Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમિતાભ બચ્ચન મારાં કરતાં પણ મોટા વ્યક્તિ : નેતન્યાહૂ

ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુ ગુરુવારે શાલોમ બોલિવૂડ કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેમની સાથે તેમની પત્ની સારા નેતન્યાહૂ પણ હાજર હતા. ઈઝરાયલના પીએમએ કહ્યું હતું કે, સમગ્ર દુનિયા બોલિવુડને પ્રેમ કરે છે અને ઈઝરાયલ પણ બોલિવુડને પ્રેમ કરે છે. નેતન્યાહૂએ એવુ પણ કહ્યું હતું કે, મને લાગતું હતું કે, હુ ખૂબ મોટી હસ્તી છું પરંતુ અમિતાભને મળીને મને તેમની આવડતનો અહેસાસ થયો અને હું સ્પીચલેસ થઈ ગયો. તેમની પાસે મારા કરતા વધારે ૩ કરોડ ટિ્‌વટર ફોલોઅર્સ છે. આ દરમિયાન અમિતાભ બચ્ચને બેંજામિન નેતન્યાહૂ, સારા નેતન્યાહૂ અને બોલિવૂડ સેલેબ્સ સાથે એક સેલ્ફી પણ લીધી હતી.શલોમ બોલિવુડ કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન, કરણ જૌહર, ઐશ્વર્યા રાય, અને રૉની સ્ક્રૂવાલા સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કેટલાંય દિગ્ગજ હાજર હતા. બેંજામિન નેતન્યાહૂ અને તેમની પત્ની સારાનું ઐશ્વર્યા રાયે બુકે આપીને સ્વાગત કર્યું હતું.
પ્રોડ્યૂસર અને ડિરેક્ટર કરણ જોહર અને યુટીવીના સીઇઓ રોની સ્કૂવાલાએ પણ ઈઝરાયલના પીએમનું સ્વાગત કર્યું હતું.૧૬મી જાન્યુઆરીના રોજ નેતન્યાહૂને કહ્યું હતું કે, હું અને મારી પત્ની એ વાતથી ખૂબ ખુશ છીએ કે અમે બોલિવુડ જવાના છીએ અને અમને તે જોવાનો મોકો મળશે. તેમણે એવુ પણ કહ્યું હતું કે, બોલિવુડ જવા માટે તે અને તેમની પત્ની ખૂબ ઉત્સાહી છે.ફિલ્મમાં પોતાના રોકાણની વાત કરતાં નેતન્યાહૂએ એટલે સુદ્ધા કહ્યું કે ઇઝરાયલમાં લોકો બોલિવુડના દિવાના છે અને તેઓ ઇચ્છે છે કે બોલિવુડ ઇઝરાયલ તરફ રૂખ અપનાવે. ટેકનોલોજીમાં ઉન્નત ઇઝરાયલ પીએમ એ આશ્વાસન આપતા કહ્યું હતું કે ઇઝરાયલ ભારતને બોલિવુડ માટે શ્રેષ્ઠ ટેકનોલોજીની સાથે ક્રિએટિવિટીની પણ તક આપશે. બીગ બી એ કહ્યું કે ભારત અને ઇઝરાયલની વચ્ચે પહેલેથી જ સારા સંબંધ છે. આશા છે કે આ સંબંધને મજબૂત કરવામાં બૉલિવુડ પણ પોતાની ભૂમિકા નિભાવશે.બૉલિવુડ સ્ટાર્સની સાથે નેતન્યાહુએ સેલ્ફી ખેંચાવી હતી. આ ફોટો નેતન્યાહુએ પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી.

Related posts

૬૬ ભૂતપૂર્વ બ્યૂરોક્રેટસે રાષ્ટ્રપતિને પત્ર લખીને ચૂંટણી પંચ સામે ફરિયાદ કરી

aapnugujarat

જાતીય શોષણ : મી ટુ મામલાની તપાસ માટે કમિટિ બની

aapnugujarat

We consider Israel an important development partner: PM Modi

aapnugujarat

Leave a Comment

UA-96247877-1