Aapnu Gujarat
ગુજરાત

સરવણા ગામનાં લોકોએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સમક્ષ નેશનલ હાઈવે – ૪૮ પર સર્વિસ રોડ બનાવવા રજુઆત કરી

ગાભોઇથી બે કિલોમીટર દૂર આવેલા સરવણા (શ્રવણા) ગામે નેશનલ હાઈવે નંબર ૪૮ (જુનો નેશનલ હાઇવે નં ૮) પર અન્ડરપાસ અને રોડની બન્ને બાજુ સર્વિસ રોડ બનાવવા માટેની ગ્રામજનોની માંગણી બાબતે સરકારમાં વિવિધ સ્તરે પત્ર વ્યવહાર અને મૌખિક તેમજ ટેલિફોન પર રજૂઆતો જુન મહિનાથી સતત ચાલુ છે. આ બાબતે સરવણા ગામના પ્રતિનિધી મંડળે મનીષ ત્રિવેદીની આગેવાની હેઠળ ગાંધીનગર ખાતે તારીખ ૨૭/૦૯/૨૦૧૯ના રોજ કેન્દ્રીય રાજયકક્ષાના શિપિંગ (સ્વતંત્ર હવાલો), કેમીકલ અને ફર્ટિલાઈઝર મંત્રી મનસુખ માંડવીયાની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન પ્રતિનિધી મંડળે ગામના લોકોને ગામમાં આવેલ શ્રી જલારામ બાપાના મંદિરે દર ગુરૂવારે દર્શન તેમજ મંદિરે ચાલતા અન્નક્ષેત્રમાં પ્રસાદ લેવા આવતા દર્શનાર્થીઓની સલામતી માટે મંત્રીને સરવણા ગામે લાઇટ વિહીકલ અન્ડરપાસ અને તેમજ બન્ને બાજુ સવિઁસ રોડની સુવિધા અપાવવા રજૂઆત કરી હતી. તદુપરાંત, સાબરકાઠા જીલ્લાના પૂર્વ સાંસદ ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણે પણ મંત્રી માંડવીયાને તે સમયે ફોન પર આ બાબતે ખાસ ભલામણ કરી હતી. મંત્રીએ ત્યાં હાજર રહેલા નેશનલ હાઇવે ઑથોરિટીના ઉચ્ચ અધિકારીને રૂબરૂમાં આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
મનસુખ માંડવીયાએ આપેલ સાનુકૂળ પ્રતિભાવથી ગામ લોકો તેમની ભવિષ્યમાં મહાવિકટ સમસ્યા બનનાર બાબતનું સુખદ નિરાકરણ આવશે તેવી આશા રાખી રહયા છે. પ્રતિનિધી મંડળમાં મનીષ ત્રિવેદી સાથે વસંત ત્રિવેદી, હરીસિંહહ, રાજેન્દ્રસિંહ જીવતસિંહ, રાજેન્દ્રસિંહ પદમસિંહ, હરેશસિંહ સોનસિંહ, કિરીટસિંહ અને નિકુંજસિંહ હાજર રહયા હતા.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

ભાજપ ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન હેઠળ જનસંપર્ક શરૂ કરશે

aapnugujarat

गुजरात सिर्फ बीजेपी का नहीं है : हार्दिक पटेल

aapnugujarat

ભાજપના મળતીયા દ્વારા ગૌચરની જમીન પર કબજો : મનીષ દોશી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1