Aapnu Gujarat
ગુજરાત

કંબોઇ ખાતે વૈજ્ઞાનિક પદ્ધતિથી દાડમ પકવતાં પ્રગતિશિલ ખેડુત પિતા – પુત્ર

કંબોઈ,તા.૦૪ જ્યારે ખેડુતની વાત કરવામાં આવે તો ખેડુત દેવાનાં તરે ડુબેલો જ હોય છે પણ જો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવામાં આવે તો શુન્યમાંથી પણ સર્જન થઈ શકે છે અને ઓછી જમીન હોય તો પણ વર્ષે લાખો રૂપિયાનો પાક લઇ શકાય છે. આજે આપણે બનાસકાંઠા જીલ્લાનાં કાંકરેજ તાલુકાનાં કંબોઇ ગામનાં પ્રગતિશિલ એક એવા પિતા- પુત્રની વાત કરવાં જઇ રહ્યાં છીએ કે જેઓ ઓછી જમીન ધરાવે છે પણ દાડમની ખેતીમાંથી વર્ષ લાખો રૂપિયાની આવક મેળવે છે. કોણ કહે છે કે ખેડુત લાચાર છે બિચારો છે,, જો ધગસ હોય તો નાની જમીનમાંથી પણ મોટી આવક પેદા કરે એનું નામ ખેડુત. આવા જ એક પિતા – પુત્ર ગાંડાજી સોલંકી અને તેમના પુત્ર કુંવરસિંહ સોલંકીએ કંબોઇ ચાર રસ્તા પાસે આવેલા ફાર્મ ઉપર ઓછી જમીનમાં વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી અલગ અલગ સૌ પ્રથમવાર પાકનું વાવેતર કરવાનું નક્કી કર્યું છે અને અમુક જેવા કે તરબુચ, રિંગણ, મકાઈ, ડ્રેગન ફ્રુટ જેવા અલગ અલગ પ્રકારનું નવીન બિયારણ લાવી વૈજ્ઞાનિક ખેતીનો પ્રયોગ કરી ઓછી જમીનમાં વધુ નફો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. દાડમની ખેતી માં તો બહુ મોટી સફળતા મળી છે. દાડમની વાત કરવામાં આવે તો કાંકરેજ વિસ્તારમાં ગણ્યા ગાંઠ્યા ખેડુતો જ દાડમની ખેતી કરે છે અને જે ખેડૂતે કાંકરેજ વિસ્તારમાં દાડમની ખેતી અપનાવી છે તે ખેડૂત વર્ષે લાખો રૂપિયાની આવક મેળવીને સદ્ધર થયા છે. કંબોઇ ગામના ગાંડાજી અને તેમના પુત્ર કુવરસિંહ સોલંકીએ વર્ષ ૨૦૧૦થી દાડમનો બગીચો ઓછી જમીનમાં એટલે કે ફક્ત ત્રણ વીઘામાં કરેલો છે પણ તેઓ દર વર્ષે દાડમનાં પાકમાંથી ૧૦ લાખ કરતાં વધુ આવક મેળવે છે. આ વર્ષે તેમને દાડમનો છારો ઉતાર ચડ્યો છે. આ વર્ષે કાંકરેજમાં વધુ પડતો વરસાદ થયો હોવા છતાં આ ખેડૂત ત્રણ વિઘા ખેતરમાંથી ૨૦ થી ૨૫ લાખની આવક લેવાનું કહી રહ્યાં છે જે દરેક ખેડુતો માટે ઉદાહરણ રૂપ દાખલો છે. વૈજ્ઞાનિક ઢબે અને ટપક પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો બે – ચાર વીધા જમીનમાં પણ લાખોપતિ બની શકાય છે. ગાંડાજી મોટી ઉંમરના ખેડુત હોવા છતાં આધુનિક ખેતી તરફ વળીને લાખો રૂપિયાનો પાક લઇ રહ્યાં છે. કાંકરેજ વિસ્તારમાં અમુક લોકો તો ડ્રેગન ફ્રુટનું નામ પણ જાણતાં નથી ત્યારે આ પિતા પુત્રએ ડ્રેગનફ્રુટનો પ્લાન તૈયાર કર્યો છે. પિતા પુત્રએ જણાવ્યું હતું કે ખેતી વિભાગ અને સરકાર અમને મદદ કરે આવા નવીન પાકો માટે અમને થોડી ઘણી મદદ કરે તો બીજાં પણ ખેડુતો આધુનિક ખેતી તરફ વળે અને નવી જાતો લાનને ઓછી જમીનમાં પ્લાન્ટ કરી આવે તો નાની જમીનમાં પણ મોટો નફો મળી શકે છે. જો કોઈ ને દાડમ કે ડ્રેગનફ્રુટ કે અન્ય કોઈ આધુનિક પાકને કઇ રીતે ટ્રીટમેન્ટ કરવી અથવા કઇ રીતે વાવવું તેના માટે માહિતી જોઈતી હોય તો કંબોઇ ખાતે ગાંડાજી સોલંકીની મુલાકાત લઇ શકો છો અને ઓછી જમીનમાં વધુ નફો તમે પણ મેળવી શકો છો. (તસવીર/અહેવાલ : મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

जशोदानगर एक्सप्रेस हाइवे पर हथियारों के साथ चार गिरफ्तार

aapnugujarat

કડીમાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે ૨૫ કરોડના કામોનું લોકાર્પણ કરાયું

aapnugujarat

ભરૂચમાં પાણી ચોરીના કેસમાં બીજેપી નેતા પરેશ પટેલની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1