Aapnu Gujarat
ગુજરાત

કડીમાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે ૨૫ કરોડના કામોનું લોકાર્પણ કરાયું

કડી ખાતે રવિવારે કરણનગર રોડ, નવીન આદર્શ હાઈસ્કૂલની સામે ૧૬ કરોડ ૧૧ લાખના ખર્ચે તાલુકા સેવાસદન,૫ કરોડ ૪૨ લાખના ખર્ચે સરકારી આયુર્વેદિક હોસ્પિટલનું લોકાર્પણ તેમજ ૪ કરોડના ખર્ચે જી.ઇ.બી.કમ્પાઉન્ડ કડી-છત્રાલ રોડ ખાતે ઓવરહેડ ટાંકી તથા પાઇપલાઇન સહિત કરણનગર રોડ ખાતે નવીન સેવાસદનની સામે શોપિંગ કોમ્પ્લેક્ષનું ખાતર્મુહત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું.
કડી તાલુકાની જૂની મામલતદાર કચેરી ગાયકવાડી સરકાર વખતની અને બજારમાં આવેલી હોવાથી સામાન્ય જનતાને પારાવાર પડતી મુશ્કેલીઓ જોઈને લોકોને કોઈપણ જાતની અગવડ ના પડે અને સરકારી દરેક કામકાજ એકજ જગ્યાએ થાય તે માટે તાલુકા સેવાસદન કરણનગર રોડ ઉપર બનાવવામાં આવ્યું હોવાનું નાયબ મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
લોકાર્પણ ઉપરાંત કરણનગર, વામજ, મેડા આદરજ અને ઠોળના ગ્રામજનોને ૭૯૫૭ પ્રોપર્ટી કાર્ડ,સમગ્ર તાલુકાની ૧૩૦૦ જેટલી વિધવા બહેનોને સહાય મંજૂરીના હુકમનું તાલુકા મહેસુલી તંત્ર દ્વારા અને નિરાધાર વ્યક્તિઓ માટે અન્ન બ્રહ્મ યોજનામાં ૧૪ લાભાર્થીઓને અને મા અન્નપૂર્ણ યોજના અંતર્ગત ૨૫ કુટુંબોને અનાજની કીટ કડી તાલુકા પુરવઠા વિભાગ દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મહેસુલ મંત્રી કૌશિક પટેલના હસ્તે આપવામાં આવી હતી.
લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી,મહેસુલ મંત્રી ઉપરાંત સંસદ સભ્ય શારદાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, કડીના ધારાસભ્ય કરસનભાઇ સોલંકી, કડી એ.પી.એમ.સી.ના ચેરમેન વિનોદ પટેલ,કડી નગરપાલિકાના પ્રમુખ શારદાબેન પટેલ,નગરપાલિકાના ઉપ.પ્રમુખ નિલેશ નાયક ઉપરાંત આરોગ્ય અને પરિવારના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ, માર્ગ અને મકાન વિભાગના સચિવ એસ.વી.વસાવા, આયુષના નિયામક વૈદ્ય ભાવના પટેલ,જિલ્લા કલેકટર એચ.કે.પટેલ તેમજ ડી.ડી.ઓ. દક્ષિણિ સહિત આજુબાજુના ગામડાઓમાંથી સરપંચાણ,આગેવાનો સહિત ગામનાં લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.


(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

नेट बैंकिंग का पासवर्ड बदलकर चोरों ने ५२.७५ लाख ट्रांसफर किया

aapnugujarat

लहसुन की महंगाई ने अब बिगाड़ा भोजन का स्वाद

aapnugujarat

સાબરમતી નદીથી હત્યા કરી ફેંકાયેલ લાશ મળતા ચકચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1