Aapnu Gujarat
ગુજરાત

ભાજપના મળતીયા દ્વારા ગૌચરની જમીન પર કબજો : મનીષ દોશી

ગાયો અને ગૌચરના નામે મત મેળવી સત્તા મેળવનારા ભાજપના રાજમાં ગૌચર જમીનની સ્થિતિ અત્યંત કફોડી છે ગાયોને ઘાસના તણખલા માટે પણ તરસવું પડે છે ગુજરાતના ૨૭૫૪ ગામો એવા છે કે જ્યાં એક ઈંચ જમીન પણ ગૌચરની બચી નથી ગાયના નામે મત માગી ગૌચર નાબૂદ કરનાર ભાજપ સરકારના માનીતા ઉદ્યોગપતિઓ અને આખલાઓ ગૌચર જમીન ચરી ગયા છે.
છેલ્લા બે વર્ષ દરમિયાન પણ ગૌચર જ્યાં સાવ સાફ થઈ ગયું તેવા ગામોની સંખ્યા ૧૯૪ ને છે ગૌચરની આવી જમીનો પર ગેરકાયદે દબાણો થઈ ગયા છે આવા આવા દબાણો દૂર કરવા સરકાર પરિપત્રના નાટક કરે છે એવું કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે તેઓ વધુમાં કહે છે કે ભાજપના મળતીયા દ્વારા ગૌચરની જમીન પર કબજો લઈ લેવાયો છે ભાજપની ભ્રષ્ટ સરકારને કારણે ગુજરાતમાં ગૌચરની જમીનની આવી કફોડી પરિસ્થિતિ ઊભી થઈ છે.
જો સરકારે નિયત સાફ હોય અને ગ્રામ્ય વિસ્તારોમાં ઈકોસિસ્ટમ ટકાવી રાખવી હોય તો સરકારે જમીન માફિયાઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવી જોઇએ તેમજ ગૌચરની હજારો-લાખો એકર જમીન પરથી ગેરકાયદે દબાણો અને કબજો દૂર કરી તેને પરત મેળવી જોઈએ જેથી ગાય માતાને તેનો હક મળી શકે અને ઘાસચારા માટે દર્દ ન પડે.

Related posts

મિશન વિદ્યા કાર્યક્રમથી પ્રિય વિદ્યાર્થીઓ વધુ સક્ષમ બનશે અને શિક્ષણનું મજબૂતીકરણ થશે : ઊર્જામંત્રી સૌરભ પટેલ

aapnugujarat

केवडीया के सफारी पार्क में टाइगर्स -शेर सहित के प्राणी लाये जाएंगे : गणपत वसावा

aapnugujarat

નારોલમાં એચએસસી બોર્ડની વિદ્યાર્થીનીએ કરેલો આપઘાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1