Aapnu Gujarat
ગુજરાત

દિયોદરના સામાલા ગામે નર્મદાના નીર વધાવાયા

સરદાર સરોવર ડેમ ૧૩૮ મીટર સુધી ભરાતા સમગ્ર રાજ્ય માં ગઈકાલે પીએમ મોદીનો જન્મદિવસ હોવાથી નર્મદાના નીરના વધામણાં કરવામાં આવ્યાં હતાં જેમાં દિયોદર તાલુકાના સામલા ગામમાં પણ નર્મદાના નીરના વધામણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અધિકારીઓ અને આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો જેમાં શાળાની બાળકીઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરી અધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.અધિકારીઓ તથા ગામજનોએ નર્મદાના નીરના વધામણાં કર્યા હતા જેમાં હાજર રહેલ અધિકારીઓએ શાળાની બાળકીઓને બુંદીના લાડુ થી મોં મીઠું કરાવી વધામણાં કર્યા હતા. આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા,નાયબ કલેકટર એ.ડી. ચૌહાણ, દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ પરાગ જોશી, ભવાનજી ઠાકોર, ધનાભાઈ ઠક્કર, પી.આર. દવેસ, (તાલુકા વિકાસ અધિકારી), ઈશ્વરબાઈ તરક (ચેરમેન દિયોદર), રત્નાભાઈ દેસાઈ, અશ્વિન પટેલ (શિક્ષણ અધિકારી દિયોદર), સોમાભાઈ દેસાઈ, પી.ઓન. ચૌધરી, (ગ્રામ પંચાયત તલાટી ક્રમ મંત્રી), પ્રદીપ શાહ, કે. પી. માળી, હરગોવાન ઠાકોર(સરપંચ સામલા) વગેરે આગેવાનો હાજર રહ્યાં હતાં જેમાં ગોદા ગામની પ્રાથમિક શાળા અને અન્ય શાળાની બાલિક એ સ્વાગત ગીત રજૂ કર્યા હતાં

તસ્વીર અહેવાલ રઘુભાઈ નાઈ દિયોદર, બનાસકાંઠા

Related posts

ગાંધીનગરમાં અમિતશાહ દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન

editor

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનાં ઘરે પુત્રનાં લગ્નમાં શંકર ચૌધરી અને અલ્પેશની ઉપસ્થિતિથી રાજકારણ ગરમાયું

aapnugujarat

AHMEDABAD : પીરાણાનો ડુંગર ઝેર ઓકી રહ્યો છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1