Aapnu Gujarat
Uncategorized

હાસ્યરસ પીરસી લોકોને હસાવતા કૉમેડીમેન કેશોદ શહેરના બન્યા મહેમાન

દુનિયામાં ઘણા એવા લોકો છે કે જેઓ પોતાના આગવા ટેલેન્ટને કારણે લોકો ના હૃદય પર રાજ કરી  રહ્યા છે અને સારી એવી લોક ચાહના મેળવી છે જેમાં જોઈએ તો બોલિવુડની હસ્તીઓ જોની લીવર ,રાજકપુર જેવા અસંખ્ય નામ છે કે જેઓ હંમેશા પોતે હસતા રહ્યા અને દુનિયાને પણ હસાવતા રહી પોતાનું નામ લોકોના હૃદયમાં વસાવી ગયા છે ત્યારે એવા જ એક ગુજરાતી કલાકાર ભોળા ભાઈ અને ગગુડિયાના નામે જાણીતા થાય છે.જેઓ ઉના તાલુકાના છે અને પ્રાચીન કાળા રામામંડલમાં રહીને લોકો ને હાસ્ય પીરસી મનોરંજન આપવાનું કાર્ય કરી રહ્યા છે તેઓ ઘણી વખત ટીવી પળદે પણ જોવા મળ્યા  છે

રામામંડળનો કાર્યક્રમ હોય એની તેમાં ભોળા ભાઈ હાસ્ય કલાકારના હોય ત્યારે તે રામા મંડળ સુનું સુનું લાગે છે કોઈ પણ જગ્યાએ કાર્યક્રમમાં જાય ત્યારે લોકો તેમની સાથે સેલ્ફી લેવાનું ચુકતા નથી અને તેમની કોમેડી સાંભળવા માટે ઉત્સુક રહે છે ભોળા ભાઈ એટલે કે ગગુડિયા એ થોડા સમય માં બહુ મોટુ નામ મેળવ્યુ છે એટલે તો અમુક વખત ક્યાંક મહેમાન બનવાનુ થાય ત્યારે છુપાઈ છુપાઈને જવું પડે છે નહીંતર લોકોનો મેળવાળો જામી જાય છે ત્યારે આજે આ કલાકાર જૂનાગઢના કેશોદ તાલુકામાં આવેલ પ્રખ્યાત આઈ શ્રી સોનલમાંના ધામ મઢડા ખાતે દર્શને આવી પહોંચ્યા હતા અને માં ના દર્શન કરી ધન્યતા મેળવી હતી આઈ શ્રી સોનલમાં ના ધામ મઢડા ખાતે મોટા ભાગના ગુજરાતી કલાકારો દર્શને આવતા રહે છે ત્યારે આજે ભોળાભાઈ એ પણ માં ના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા તેમજ સાંજે કેશોદ મુકામે તેમના મિત્ર વિપક્ષ નેતા મનીષભાઈ ચુડાસમાના ઘરે મહેમના બની અને મહેમાનગતિની મોજ માણી હતી

સાથે સાથે મીડિયા સાથેની વાત ચિતમાં તેમને ખાસ ગાયો માટેની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગાય એ આપણી સંસ્કૃતિ માં માતા તરીકે માનવામાં આવે છે અને આપણે ગાય માતાનો ખ્યાલ રાખવો જોઈએ તેની સંભાળ લેવી જોઈએ કેમ કે ગાયની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ રહેલો છે તેમજ ગાય જે કસાઈ વાડે જતી હોય તે બાબતે દુઃખ વ્યક્ત કરી અને ગાય ની વેદનાનુ પોતાની સેલીમાં વર્ણન કર્યું હતુ

Related posts

વેરાવળ ખાતે તા. ૨૮ ઓગષ્ટ નાં રોજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે 

aapnugujarat

એનઓસી વગરની દુકાનો પર ત્રાટકી એએમસી

editor

મોડપર નજીક પુલ પરથી મોટર ખાબકતા બે મહિલાના મોત

editor

Leave a Comment

UA-96247877-1