Aapnu Gujarat
Uncategorized

મોડપર નજીક પુલ પરથી મોટર ખાબકતા બે મહિલાના મોત

જામનગર – ખંભાળિયા ધોરીમાર્ગ પર મોડપર – ખટીયા પાટીયા પાસે આજે સવારે ૯ વાગ્યાની આસપાસ કલ્યાણપુર તાલુકાના આહિર પરિવારની અલ્ટો મોટર તેના ચાલકના કાબુ બહાર જઈ પુલ પરથી ખાબકી ગઈ હતી. મોટરમાં મુસાફરી કરી રહેલા પાંચ મુસાફર પૈકીના બે મહિલાના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયાં છે. જયારે એક તરૂણ સહિત ત્રણ વ્યકિત ઘાયલ થયા છે. જામનગરમાં મકાનનું વાસ્તુ પ્રસંગ હોય તેમાં હાજરી આપવા આવતા આ પરિવારને માર્ગમાં કાળનો ભેટો થયો છે. મેઘપર નજીક એક મોટર સામેથી આવતા બાઈક સાથે અથડાઈ પડી છે. આ અકસ્માતમાં સદનસીબે જાનહાનિ થઈ નથી. જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર જામનગરથી અંદાજે ૪૫ કિ.મી. દૂર આવેલા ફુલઝર ડેમ – મોડપર ગામના પાટીયા પાસે આજે સવારે ૯ વાગ્યાની આસપાસ એક અલ્ટો મોટર (જીજે-૩૭ બી-૮૪૫૩) પસાર થઈ હતી. પુલ પર પહોંચેલી આ મોટર તેના ચાલકના કાબુ બહાર જઈ અચાનક જ ગોથું મારી પુલ પરથી નીચે નદીમાં ખાબકી ગઈ હતી.અંદાજે ૨૦ ફૂટ પરથી પટકાયેલી તે મોટરકારમાં મુસાફરી કરી રહેલાં ત્રણ પુરુષ તથા બે મહિલા પૈકી બે મહિલાનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજય હતાં. ધડાકાભેર સર્જાયેલા અકસ્માત વેળાએ ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો થંભી ગયા હતા અને ખટીયા પાટીયા પાસે હાજર વ્યકિતઓ દોડી આવ્યા હતાં. કોઈએ ૧૦૮ તથા પોલીસને જાણ કરતા મેઘપરથી પોલીસ ટીમ અને એમ્બ્યુલન્સ પહોંચ્યા હતાં, તેઓ પહોંચે તે પહેલાં લોકોએ રેસ્કયુ કામગીરી શરૂ કરી દીધી હતી. હાજર વ્યકિતઓએ ઉંધી પડેલી અલ્ટો મોટરમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું. કારમાંથી ત્રણ પુરુષ અને બે મહિલાને બહાર કાઢવામાં આવ્યા તે પછી એમ્બ્યુલન્સના સ્ટાફે તેઓને તપાસતા બન્ને મહિલા મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા જયારે ત્રણ પુરુષોને ગંભીર ઈજા થવા પામી હોવાથી તેઓને તાત્કાલિક જામનગર ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે તપાસ શરૂ કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નવાગામ – રણજીતપર ગામના નારણભાઈ પરબતભાઈ કરંગીયા તથા તેમના પત્ની જસુબેન, તેમનો પુત્ર સુમીત (ઉ.વ.૧૫) અલ્ટો મોટરમાં જામનગર આવવા નીકળ્યા હતાં. જામનગરમાં વસવાટ કરતા તેમના સંબંધી દેસુરભાઈ કરંગીયાએ નવુ મકાન ખરીદ્યુ હોય તેનું વાસ્તુ આજે રાખવામાં આવ્યું હતું જેમાં હાજરી આપવા નારણભાઈ પરિવાર સાથે નીકળ્યા હતાં. તેઓએ માર્ગમાં આવતા આસોટા ગામમાંથી પોતાના સાળા હેમંત રણમલભાઈ ચાવડા અને સાળાવેલી બાબીબેનને પણ સાથે લીધા હતાં. આ પરિવાર સમયસર જામનગર પહોંચવાના અરમાન સાથે આવી રહ્યો હતો ત્યારે ખટીયા પાટીયા પાસે ઉપરોકત ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ જસુબેન અને બાબીબેનના મૃત્યુ થયા હતાં જયારે નારણભાઈ, હેમંતભાઈ, સુમીતભાઈને ઈજા થઈ હતી. મેઘપર પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

જામનગરમાં જીઆઈડીસી વિસ્તારના ગૌશાળામાં આગ

editor

ધોનીએ ૨૦૧૭માં ૭૯ની એવરેજ સાથે રન બનાવ્યાં

aapnugujarat

ગીરસોમનાથ જિલ્લાના ખેડૂત મેળવી રહ્યા છે મબલખ ઉત્પાદન સાથે સારો નફો

editor

Leave a Comment

UA-96247877-1