Aapnu Gujarat
Uncategorized

ધોનીએ ૨૦૧૭માં ૭૯ની એવરેજ સાથે રન બનાવ્યાં

મહેન્દ્રસિંહ ધોનીની લોકપ્રિયતા હજુ પણ ઓછી થઇ નથી. ધોની ૩૬ વર્ષનો થઇ ગયો છે પરંતુ વર્ષ ૨૦૧૭માં તેનો દેખાવખુબ જ શાનદાર રહ્યો છે. વનડે ક્રિકેટમાં ૨૦૧૭ તેની કેરિયરમાં સર્વશ્રેષ્ઠ વર્ષ તરીકે રહ્યો છે. આના પુરાવા પણ આંકડા તરીકે સપાટી ઉપર આવી ચુક્યા છે. મહેન્દ્રસિંહ ધોનીએ એક કેલેન્ડર વર્ષમાં ક્યારે પણ કેરિયર એવરેજ ૭૯ની હાસલ કરી નથી પરંતુ ૨૦૧૭માં ધોનીએ ૭૯ની કેરિયર એવરેજ હાસલ કરી લીધી છે. ૨૦થી વધારે મેચો તે રમી ચુક્યો છે. આ વર્ષે મહેન્દ્રસિંહ ધોનીએ ૬૩૨ રન કર્યા છે જેમાં પાંચ અડધી સદી અને એક સદીનો સમાવેશ થાય છે. આ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં પણ તેનો દેખાવ શાનદાર રહ્યો છે. કોલકાતા મેચ દરમિયાન વિકેટકીપર તરીકે પણ તેની ભૂમિકા જોરદાર રહી હતી. ગ્લેન મેક્સવેલને આઉટ કરવામાં તેની ભૂમિકા ચાવીરુપ રહી હતી. ધોની ૨૦૧૯માં આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન ૩૮ વર્ષની વય મેળવી લેશે. આ વયમાં દરેક ખેલાડી નિવૃત્તિ લેવા વિચારે છે ત્યારે મહેન્દ્રસિંહ ધોનીના હાલના ફોર્મને જોતા લાગી રહ્યું છે કે તે ધરખમ દેખાવ સાથે આગળ વધી રહ્યો છે અને વર્લ્ડકપમાં પણ તેનો દેખાવ જોરદાર રહેશે. ૨૦૧૭માં ધોનીએ આક્રમક દેખાવ કરીને ક્રિકેટ ચાહકોને રોમાંચિત કરી દીધા છે અને કેરિયર એવરેજ ૨૦૧૭માં ૭૯ની મેળવી લીધી છે. શ્રીલંકા સામેની પાંચ વનડે મેચોની શ્રેણીમાં ધોનીએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને ભારતે ૫-૦થી વનડે શ્રેણી જીતી હતી. હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે રમી રહી છે ત્યારે ઓસ્ટ્રેલિયા સામે પણ તેનો દેખાવ શાનદાર રહ્યો છે.

Related posts

ડારી -વિનય મંદિર શાળામાં રજત જ્યંતી સમારોહ યોજાયો

aapnugujarat

કુંવરજીને હરાવવા નાકિયાને ઈન્દ્રનીલનો મજબૂત ટેકો!

aapnugujarat

રાજકોટમાં સગીરાને ગોંધી રાખી બે દિન સુધી ત્રણ યુવકો દ્વારા દુષ્કર્મ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1