Aapnu Gujarat
Uncategorized

એનઓસી વગરની દુકાનો પર ત્રાટકી એએમસી

ગુજરાતમાં ફાયર સેફ્ટી માટે આજે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ છે, જેમાં હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરતી વિગતો રજૂ નહીં કરી હોવાની અરજદારની રજૂઆત બાદ કોર્ટે તીખી ટકોર કરી હતી. હાઇકોર્ટે કોર્પોરેશનને કડક શબ્દોમાં કહી દીધું હતું કે બીયુ પરમિશમ વગરની તમામ જગ્યાએ કાર્યવાહી કરો, કોઈ અણબનાવ બને એની રાહ જોવાની છે? માત્ર ફાયર એનઓસી પર નહીં, બીયુ પરમિશન પર પણ ભાર મૂકો. ત્યારે ગત રોજ મોડી રાત્રે એએમસીએ હરકતમાં આવી બીયુ પરમિશન વગર ઉપયોગ કરવામાં આવતી મિલકતો સામે કાર્યવાહી શરુ કરી છે. એએમસીના એસ્ટેટ વિભાગ દ્વાશહેરના પશ્ચિમઝોનના નવરંગપુરા, મોટેરા, રાણીપ, સહિતના વિસ્તારોમાં, પૂર્વ ઝોનમાં ઓઢવ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં આવેલી બીયુ પરમિશન વગરની મિલકતોને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ મારવામાં આવી છે. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે અલગ કોમ્પ્લેક્સની ૩૦૦ જેટલી દુકાનોને સીલ મારી દીધું છે. આજે કરેલી કાર્યવાહીમાં સ્કૂલ, હોટલ વગેરેને સીલ મારી દીધા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશન વગર અનેક બિલ્ડીંગનો વપરાશ થતો હોવાથી બે નોટિસ આપી હતી છતાં મિલકતધારકો દ્વારા બીયુ લેવા અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતાં મોડી રાતે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે શહેરના રાણીપ વિસ્તારમાં આવેલી ગાયત્રી સ્કૂલ, સાબરમતી જનપથ હોટલ, મોટેરા વિસ્તારમાં આવેલી મારૂતિનંદન કાઠિયાવાડી હોટલ સહિત ૭ જગ્યાઓને સીલ કરી હતી. પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે વસ્ત્રાલમાં આવેલા ઓમ આર્કેડની ૮૮ ઓફિસ અને દુકાનો સીલ કરી છે. જ્યારે ઓઢવ વિસ્તારમાં આવેલા નિર્મિત સ્કવેર બિલ્ડીંગમાં ૨૬૬ જેટલી દુકાનો ઓફિસ સીલ કરવામાં આવી છે.

Related posts

सोमनाथ मंदिर की सुरक्षा मजबूत करने के लिए शेरू नामक श्वान जुड़ा

aapnugujarat

જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતમાં ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું કરાયું રિહર્સલ

editor

सोना 175, चांदी 200 रुपए टूूटी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1