Aapnu Gujarat
Uncategorized

જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતમાં ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું કરાયું રિહર્સલ

૭૩ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી વન અને પર્યાવરણ કેબીનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં ભાવનગર ખાતેનાં પોલીસ પરેડ મેદાન, નવાપરા ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાનાર છે.આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેનું રિહર્સલ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગૂડેની રાહબરી હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યું હતું.

આ રિહર્સલમાં કલેક્ટરશ્રીએ મંત્રીશ્રીનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, મંત્રીશ્રી દ્વારા ઉદબોધન, કોરોના વોરીયર્સને પ્રિકોશન ડોઝ, વૃક્ષારોપણ સહિતનાં આયોજનોનું રિહર્સલ નિહાળી નિરીક્ષણ કર્યું હતું.કલેકટરશ્રીએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા યોજાનાર પરેડ નિહાળી હતી. આ ઉપરાંત કાર્યક્રમનાં દિવસે પદાધિકારી/અધિકારીઓ, પત્રકારો, ઓડિયન્સ વગેરેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી આ માટેની સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટેની સુચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી

.આમ, જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓ સંપન્ન કરી તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.રિહર્સલમાં ટ્રાફિક પોલીસ, પુરૂષ પોલીસ ટુકડી, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી, મહિલા હોમગાર્ડ, ઘોડેસવાર યુનિટ, મ્યૂઝિક પ્લાટુન સહિતની ૭ ટૂકડીઓ દ્રારા પરેડ યોજવામાં આવી હતી.આ પ્રસંગે પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર, મદદનીશ કલેક્ટરશ્રી પુષ્પલત્તા, પ્રોબેશનર આઈ.એ.એસ.શ્રી જયંત માનકલે, એ.એસ.પી. શ્રી સફિન હસન, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ભૂમિકા વાટલિયા સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

અનડીટેકટ ડબલ મર્ડર વિથ લુંટના ગુનાના આરોપી તથા ઓરીજનલ મુદામાલ શોધી કાઢી ગુનો ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ ગીર સોમનાથ

aapnugujarat

मौद्रिक नीति समीक्षा का ब्योरा जारी, धीमी आर्थिक वृद्धि को देखकर RBI ने घटाया था रेपो रेट

aapnugujarat

ધોરાજીમા કિશાન રેન્ક ટ્રેન દ્વારા ડુંગળીની કરાઈ નિકાસ

editor

Leave a Comment

UA-96247877-1