Aapnu Gujarat
Uncategorized

કોરોનાના કેસ વધતા યાત્રાધામ બહુચરાજી મંદિર ૭ દિવસ માટે રહેશે બંધ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે દેવસ્થાનો પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે ત્યારે શક્તિપીઠ બહુચરાજી મંદિર પણ 31 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો

મહેસાણા જિલ્લા સહિત ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકો પણ બે જવાબદાર બનતા જોવા મળી રહ્યા છે. માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ પણ ન જાળવી કોરોનાને આમંત્રિત કરી રહ્યા છે જેમાં ધાર્મિક સ્થળો પણ બાકી રહ્યા નથી. શક્તિપીઠ બહુચરાજીમાં પણ ભક્તોની ભારે ભીડ રહેવાથી સંક્રમણ ના થાય તે માટે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહુચરાજી મંદિર ૩૧ જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

OLYMPUS DIGITAL CAMERA

કોરોનાના સંક્રમણને લઈ બહુચરાજી મંદિર ૧૭ થી ૨૨ જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. સરકારના ગૃહવિભાગ હુકમથી મુકાયેલા નિયંત્રણોને ધ્યાનમાં રાખીને મંદિર દર્શનાર્થીઓ માટે ૩૧મી જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય બહુચરાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે

Related posts

ગાંધીનગરના વેપારીએ કેનાલમાં ઝંપલાવી મોત વ્હાલુ કરતા અરેરાટી

editor

सरकार ने MSP पर अब तक 368.7 लाख टन धान की खरीदारी की

editor

राजकोट महिला एएसआई-कॉन्स्टेबल आत्महत्या केस में चार फायरिंग की बात

aapnugujarat

Leave a Comment

UA-96247877-1