Aapnu Gujarat
Uncategorized

ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની મીટીંગનુ આયોજન

ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની મીટીંગનુ આયોજન સુત્રાપાડા સંગઠનના યજમાન પદે અને જિલ્લા અધ્યક્ષ શ્રી હેમલ ભટ્ટના આયોજન થી યોજાઈ હતી.જેમા પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા, ઉપ્રમુખ શ્રી ગીરવાનસિહ સરવૈયા,ભાવનગર જિલ્લા મહામંત્રી શ્રી જલદીપ ભટ્ટ, આઇ.ટી.સેલ ના સમીર બાવાણી તેમજ અન્ય પત્રકારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં સુત્રાપાડા તાલુકા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તરીકે ભરતસિંહ જાદવની સર્વાનુમતે વરણી કરાઈ હતી જ્યારે પ્રદેશ આઈ ટી સેલમાં અરૂણભાઇ જેસરની નિમણૂક કરાઈ હતી. તથા પ્રદેશ કારોબારી માટે સરદાર સિંહ ચૌહાણ અને મોહમ્મદ ભાઈ સોરઠીયાની સર્વાનુમતે વરણી કરાઈ હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાને સુત્રાપાડા તાલુકા પત્રકાર સંગઠનના પ્રમુખ ભરતભાઈ જાદવ દ્વારા સાલ ઓઢાડી અને ફૂલહાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા

આ તકે  પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પત્રકારોએ ચોથી જાગીર છે છતા પણ તંત્ર દ્વારા એમને નજર અંદાજ કરવામાં આવે છે પત્રકાર એ હોસ્પિટલમાં જાય છે પોલીસ પાસે જાય છે તથા અન્ય દરેક જગ્યાએ જાય છે સતા કોરોના વોરીયર્સ મા ગણાતા નથી પત્રકારો પણ પોતાની જવાબદારી ભૂલીને પૈસાનો વહીવટ કરીને પત્રકારત્વનો દુરુપયોગ કરે છે જે પોતાના મા-બાપ તથા બીજા પત્રકારોનો અપમાન કરે છે આ ન થવુ જોઈએ સંગઠનની વાત કરતાં જણાવ્યું કે અમો સંગઠન માટે ગુજરાતના દરેક જિલ્લામાં પ્રવાસ કરીને પત્રકારોની એકતા માટે એમના હક માટે મહેનત કરીને સંગઠન ઉભુ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ

જે પત્રકારો માટે 11 ઝોનમાં વિભાજિત કરીને જિલ્લા તથા તાલુકા કક્ષાએ પ્રમુખની નિમણૂક કરીને પત્રકારને પડતી મુશ્કેલી તથા સમસ્યાનું સમાધાન કરવા માટે એકજૂઠ થવું જરૂરી છે પત્રકારો અમુક ને બાદ કરતા એક સામાન્ય પરિવારમાંથી આવે છે જેમની આર્થિક સ્થિતિ પણ બહુ જ નબળી હોય છે જેમને ખબર છે આમા કઈ કમાવી લેવાનું નથી સત્તા એક છકડો રીક્ષાના ડ્રાઇવરની જેમ ચલાવ્યા રાખે છે પત્રકારોની દરેક સમસ્યા માટે સંગઠન એ જરૂરી છે આવી ઘણી બધી બાબતોથી ધ્યાન દોરીને પત્રકારોને માર્ગદર્શન પુરું પાડ્યું હતું,આ કાર્યક્રમમાં જિલ્લાભર માંથી પત્રકાર મિત્રો રાકેશ ભાઈ પરડવા.રામજીભાઈ ચાવડા,અરુણ ભાઈ.નિલેશભાઈ ગોવસ્વામી,નિલેશ ભાઈ ચાવડા,રાજૂ ભાઈ ઠકરાર,ઈકબાલભાઈ બાંનવા,નિતીન ભાઈ ચાવડા.તથા વિસાલ.ભાઈ.મહમદ.ભાઈ.ચોરઠીયા.તથા તાલાલા તાલુકાનાં પત્રકાર મિત્રઅને ખાસ મહિલા પત્રકાર કાજલબેન ભટ્ટ  સુત્રાપાડા તાલુકાના  ભરતસિહ. જાદવ., જાદવ ભાઈ ભોળા લોઢવા ., દીપકભાઈ જોષી, ગીગાભાઈ બારડ ,રામસિંહ મોરી,પરેશ ભાઈ જાદવ વજેસિહ બારડ, કિશોરભાઈજાદવ. અરવીદભાઈ. સોઢા  .જાદવ ભાઈ ચુડાસમા. તથા કિરણ ભાઈ .કનકસિહ.બારડ. હિતેશ ભાઈ જોષી, શૈલેષ વાળા. સહિત ઉપસ્થિત રહ્યા હતા.શાબ્દિક સ્વાગત શ્રી ભરતસિહ જાદવ ‌અને રામજીભાઈ ચાવડાએ કર્યું હતું. કાર્યક્રમ નાં પ્રારંભે ઝોન -૧૦ નાં પ્રભારી રમેશભાઈ ખખ્ખર ને વૈશ્વિક કોરોના મહામારી નાં કારણે મૃત્યુ અંગે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી પાઠવમા આવી હતી. આ મિટિંગમાં જીલ્લાભરના પત્રકાર મિત્રો એ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી અંતે આભાર વિધિ મહિલા પત્રકાર કાજલ ભટ દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમના અંતે સ્વરુચિ ભોજન પ્રસાદ લઇને છૂટા પડયા હતા.

Related posts

ઓક્ટોબર ૨૦૨૦ પછી સળંગ પાંચ મહિના સુધી GST વસૂલાત ૧ લાખ કરોડથી વધુ

editor

અમિત જેઠવા હત્યા કેસમાં વધુ બે સાક્ષી ફરી ગયા

aapnugujarat

હાફીઝની મુક્તિની સામે દુનિયા એકમત થઇ ગઇ : જેટલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1