Aapnu Gujarat
Uncategorized

અમિત જેઠવા હત્યા કેસમાં વધુ બે સાક્ષી ફરી ગયા

ગુજરાતભરમાં ખળભળાટ જગાવનાર આરટીઆઇ એકટીવીસ્ટ અમિત જેઠવાની હત્યાના કેસમાં સીબીઆઇ કોર્ટમાં આજે વધુ બે સાક્ષીઓ ફરી ગયા હતા. સીબીઆઇ સ્પેશ્યલ જજ એમ.કે.દવેએ ફરી ગયેલા આ બંને સાક્ષીઓને કેસમાંથી હોસ્ટાઇલ જાહેર કર્યા હતા. આમ અત્યારસુધીમાં જેઠવા હત્યાકાંડ કેસના ટ્રાયલમાં અત્યારસુધીમાં ત્રણ સાક્ષીઓ ફરીથી ફરી ગયા છે. બે દિવસ પહેલાં જ એક સાક્ષી ફરી ગયો હતો અને તેને પણ કોર્ટે હોસ્ટાઇલ જાહેર કર્યો હતો.
અમિત જેઠવા હત્યા કેસના ટ્રાયલમાં સીબીઆઇ સ્પેશ્યલ જજ એમ.કે.દવેની કોર્ટમાં સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર ડે ટુ ડે બેઝીઝ પર કેસની સુનાવણી હાથ ધરાઇ રહી છે. જેમાં સુપ્રીમકોર્ટે ૨૬ મહત્વના સાક્ષીઓને ફરીથી તપાસવાનો જે હુકમ થયો છે તેના અનુસંધાનમાં સાક્ષીઓને તપાસવાની કાર્યવાહી ચાલી રહી છે. આજે આ કેસમાં પાનના ગલ્લાવાળા પ્રજાપતિ અને જયેશ પટેલ નામના બે સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાં આ બંને સાક્ષીઓએ પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે, તેઓને આ ગુના કે હત્યાકાંડ વિશે કંઇ ખબર નથી. તેઓ આ બનાવ વિશે કશું જાણતા નથી. આમ, આ બંને સાક્ષીઓ ફરી જતાં સીબીઆઇ સ્પેશ્યલ જજે બંને સાક્ષીઓને હોસ્ટાઇલ જાહેર કર્યા હતા. અગાઉ બે દિવસ પહેલાં પણ આ જ પ્રકારે અન્ય એક સાક્ષી ફરી ગયો હતો. જેથી જેઠવા હત્યાકાંડ કેસમાં અત્યારસુધીમાં કુલ ત્રણ સાક્ષીઓ હોસ્ટાઇલ થઇ ગયા છે.

Related posts

સી- ફૂડમાં સૌરાષ્ટ્રે ૩૫૦૦ કરોડની જંગી નિકાસ કરી

aapnugujarat

अमरेली में चाचा-भतीजा की हत्या

aapnugujarat

ભાલપરા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ૫૪૮૫ પ્રશ્નોનો નિકાલ : વ્યક્તિલક્ષી પ્રશ્ર્નોના નિકાલ માટે સેવા સેતુ કાર્યક્રમ શ્રેષ્ઠ છે-શ્રી જશાભાઇ બારડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1