Aapnu Gujarat
Uncategorized

ભાલપરા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ૫૪૮૫ પ્રશ્નોનો નિકાલ : વ્યક્તિલક્ષી પ્રશ્ર્નોના નિકાલ માટે સેવા સેતુ કાર્યક્રમ શ્રેષ્ઠ છે-શ્રી જશાભાઇ બારડ

લોકોનાં વ્યક્તિલક્ષી પ્રશ્ર્નોનો નિકાલ માટે રાજ્યભરમાં સેવા સેતુ કાર્યક્રમનો બીજા તબક્કો કાર્યરત છે. જે અંતર્ગત વેરાવળ તાલુકાનાં ભાલપરા ગામે પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી જશાભાઈ બારડની ઉપસ્થિમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ૫૪૮૫ પ્રશ્ર્નોનો નિકાલ કરાયો હતો. તેઓશ્રીના હસ્તે ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓને રાંધણ ગેસ કિટ, આવકના દાખલા અને અરજદારોને માં વાત્સલ્ય કાર્ડ અર્પણ કરવામાં આવેલ હતા. પ્રા.શાળા ભાલપરા ખાતે બહોળી સંખ્યામાં અરજદારો સહભાગી થયા હતા અને તેમનાં પ્રશ્ર્નોનો સ્થળ પર જ તુરંત નિકાલ કરાયો હતો.

આ તકે મંત્રીશ્રી જશાભાઈ બારડે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં પ્રથમ તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ પુર્ણ થવાની સાથે લોકો તરફ થી ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો અને ત્યારબાદ સરકારે સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમનાં બીજા તબક્કો કાર્યરત જે અંતર્ગત ભાલપરા મુકામે આજે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેનો વધુમાં વધુ લોકો લાભ લઈ તેમના વ્યક્તિલક્ષી પ્રશ્ર્નોના નિકાલમાં સહભાગી થાય. વ્યક્તિલક્ષી પ્રશ્ર્નોના નિકાલ માટે સેવા સેતુ કાર્યક્રમ સર્વશ્રેષ્ઠ છે.

સેવા સેતુ કાર્યક્રમમાં આધારકાર્ડ નોંધણી, માં વાત્સલ્યકાર્ડ, આવકના દાખલા, રેશનકાર્ડમાં સુધારો-વધારો, આરોગ્ય ચકાસણી સહિતના વિવિધ વ્યક્તિલર્ક્ષી પ્રશ્ર્નોનું સ્થળ પર જ નિકાલ કરવામાં આવેલ હતો. આ તકે ઈન્ચાર્જ અધિક કલેકટરશ્રી પટેલ, નાયબ, સી.ડી.પી.ઓ.મંજુલાબેન મકવાણા, અગ્રણીશ્રી નાથાભાઈ વડુકર, વીરાભાઇ, ભગાભાઇ સોલંકી, અરજણભાઈ, નાગજીભાઈ, પ્રવિણભાઈ અને બહોળી સંખ્યામાં અરજદારો સહભાગી થયા હતા.

Related posts

ઇસદ્રા ગામનું કે.બી સબસ્ટે શન દારુ સંતાડવાનો અડ્ડો સાબિત થયુ

editor

બોટાદ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે

editor

ઉપલેટામાં ૧૦ ગેરકાયદેસર ખનીજના ટ્રકો ઝડપતું તંત્ર

editor

Leave a Comment

UA-96247877-1