Aapnu Gujarat
Uncategorized

ઉપલેટામાં ૧૦ ગેરકાયદેસર ખનીજના ટ્રકો ઝડપતું તંત્ર

ઉપલેટા તાલુકામાં ખનીજ ચોરો દ્વારા કાયદો વ્યવસ્થા ખોરંભાઇ તેવી પ્રવૃત્તિઓ અટકાવવા અસરકારક પગલા લેવાની રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ રેમ્યા મોહનની સૂચના તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અનુસાર જેતપુર આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ સાગર બાગમાર તથા ધોરાજી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ગૌતમ મિયાણી દ્વારા ધોરાજીના રેવન્યુ સ્ટાફ તથા મામલતદાર ઉપલેટા અને તેમના સ્ટાફને સાથે રાખી ધોરાજી રોડ, ભોળા-ભોલગામડા રોડ તથા ઉપલેટામાં જુનો પોરબંદર રોડ ઉપર રેતી વોશ પ્લાન્ટ, વરજાંગ જાળીયા અને નાગવદર રોડ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરતા ઓવરલોડ રોયલ્ટી વગર તથા નિયત સમય પહેલાની રોયલ્ટી પાસ આધારે વહન થતા હોવાનું અને આ વાહનોના ડ્રાઈવરો તથા ક્લીનર દ્વારા એન્ડ્રોઇડ મોબાઈલમાં જુદા જુદા ગ્રુપ દ્વારા મામલતદાર / પ્રાંત અધિકારી અને ખનીજ ખાતાના વાહનોના સતત પેટ્રોલિંગ કરી ગ્રુપ વોઈસ કોલ દ્વારા ખનીજ ચોરોને જાણકારી આપવાની પ્રવૃત્તિ કરી સરકારી ફરજમાં રૂકાવટ કરવાનું અને કાયદો-વ્યવસ્થા ખોરંભાઇ તેવી પ્રવૃત્તિનું નિર્માણ કરી ગેરકાયદેસર ખનીજ વહન કરતા હોવાનું માલુમ પડતાં કુલ રકમ ૧,૧૮,૮૨,૬૫૦નો મુદ્દામાલ સીઝ કર્યો છે.


(તસવીર / વિડિયો / હેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

વલસાડના ખેડૂતોને નુકસાન

editor

અમદાવાદમાં પાણીજન્ય – મચ્છરજન્ય રોગચાળો વકર્યો

editor

દીવના ઘોઘલા ખાતે પુલવામાં આંતકી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ

editor

Leave a Comment

UA-96247877-1