Aapnu Gujarat
Uncategorized

મહેસાણા જિલ્લામાં ડ્રોન ટેકનોલોજીનો ખેતી કામમાં થશે ઉપયોગ

ભારત સરકાર દ્વારા ડ્રોનનું હબ બનાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે અને ડ્રોન ખેતી કામમા વિશેષ ટેકનોલોજી તરીકે તેનો ઉપયોગ કરવાનું મહેસાણા જિલ્લાના સ્થાનિક ડ્રોન ઉપભોગતાઓએ શરૂ કર્યું છે..

આથી મહેસાણા જિલ્લો ખેતી ઉપર સૌથી વધુ નિર્ભર રહેતો હોવાથી જિલ્લામાં ખેતીકામ કરતા ખેડૂતો ડ્રોનના માધ્યમ થી ખેતીનો બચાવ કરતી ઝેરી દવાનો છંટકાવ શરૂ કરવા પ્રયાસો શરૂ કર્યા છે જો ખેડૂતો ખેતી કામમાં ઝેરી દવાનો છંટકાવ ડ્રોન થી કરશે તો ઝેરી દવાના છંટકાવમાં ખેડૂતોનો સંપર્ક તૂટશે.આ કારણે ખેડૂતોને ઝેરની અસર નહીં થાય,દવાના કારણે થતા કેન્સર જેવા રોગો નહીં થાય તેમજ ડ્રોન થી દવાના  છંટકાવ થી દવાનો બગાડ ઘટશે

તેમજ ખેડૂતોના ઉભા પાકમાં જ્યાં છંટકાવની જરૂર હશે ત્યાં છંટકાવ થી ખેડૂતોને આર્થિક ફાયદો થશે…આમ ખેતીક્ષેત્રે ડ્રોનના ઉપયોગ થી ખેતી ક્ષેત્રે ટેકનોલોજીના ઉપયોગ થી ક્રાંતિ સર્જાશે અને સાથોસાથ ડ્રોન ટેકનોલોજીમાં પણ ક્રાંતિ થી ભારતમાં યુવાનો ને સ્ટાર્ટઅપમાં ગતિ મળશે

Related posts

સોમનાથના દરિયામાં ૪ કિ.મી. સુધીના વિસ્તારમાં નાવાહ પર પ્રતિબંધ

aapnugujarat

૪ મહિનામાં ૩.૭૭ લાખ લીટર દારૂ સુરતીઓ પી ગયા

editor

મોરબીમાં પિતરાઈ ભાઈએ ભાઈની હત્યા કરી

editor

Leave a Comment

UA-96247877-1