Aapnu Gujarat
બિઝનેસ

ગૌતમ અદાણીની નેટવર્થ ૩૯ હજાર કરોડ રૂપિયા ઘટી

અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરનારા વિદેશી રોકાણકારોનાં ખાતાં ફ્રીઝ થવાના સમાચારથી ગૌતમ અદાણીની પ્રતિષ્ઠાને ઝટકો લાગ્યો છે.
ફોર્બ્સના વિશ્વના અમીરોના લિસ્ટ અનુસાર, શેરમાં ઘટાડાથી ગૌતમ અદાણીની નેટવર્થમાં ૫.૪ બિલિયન ડોલર લગભગ ૩૯ હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડા પછી ગૌતમ અદાણી ફોર્બ્સ લિસ્ટમાં સૌથી વધુ અમીરોમાં ૧૬મા સ્થાને પહોંચી ગયા છે.શેરોને કારણે નેટવર્થમાં આવેલા ઘટાડાથી ગૌતમ અદાણીએ એશિયાની બીજી સૌથી અમીર વ્યક્તિ તરીકેનું સ્થાન ગુમાવ્યું છે.
ફોર્બ્સના લિસ્ટ અનુસાર, ચીનના જાેંગ શાનશાન હવે એશિયાની બીજી સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે, જ્યારે ગૌતમ અદાણી ત્રીજી સૌથી અમીર વ્યક્તિ છે. છેલ્લા ૨૪ કલાકમાં જાેંગ શાનશાનની નેટવર્થમાં ૨.૧ બિલિયન ડોલરનો ઘટાડો આવ્યો છે. હવે શાનશાનની કુલ નેટવર્થ ૭૦ બિલિયન ડોલર થઈ ગઈ છે, જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થ ૬૯.૫ બિલિયન ડોલર છે. જાેકે શાનશાનની નેટવર્થ ગૌતમ અદાણીથી માત્ર ૦.૫ બિલિયન ડોલર વધુ છે.
ગૌતમ ઝડપથી શાનશાનને પછાડી શકે છે.ફોર્બ્સના લિસ્ટ મુજબ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ૮૭.૭ બિલિયન ડોલરની નેટવર્થની સાથે એશિયાની સૌથી અમીર વ્યક્તિ બન્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં મુકેશ અંબાણીની નેટવર્થમાં ૧.૯ બિલિયન ડોલર લગભગ ૧૩.૯૧ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. તાજા આંકડાઓ મુજબ, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની નેટવર્થનું અંતર વધીને ૧૮.૨ બિલિયન ડોલર લગભગ ૧.૩૩ લાખ કરોડ રૂપિયા થયું છે. મુકેશ અંબાણી ફોર્બ્સ લિસ્ટમાં ૧૧મા નંબરે છે.

Related posts

૧ જુલાઇથી લાગુ થનાર જીએસટી પર આશંકા, સાત રાજ્યોએ બિલ પાસ કર્યું નથી

aapnugujarat

‘આધાર’ ટ્રાન્ઝેક્શનમાં એક મહિનામાં ૫૦ કરોડનો ઉછાળો

aapnugujarat

એમેઝોનનાં જેફ બેજોસ ૧૧૨ અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વમાં સૌથી અમીર : ડોનાલ્ડ ટ્રમ્પ ૭૬૬માં ક્રમાંકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1