Aapnu Gujarat
બિઝનેસ

૧ જુલાઇથી લાગુ થનાર જીએસટી પર આશંકા, સાત રાજ્યોએ બિલ પાસ કર્યું નથી

ભારતમાં નવી અપ્રત્યક્ષ કર વ્યવસ્થા જીએસટી પહેલી જુલાઈથી લાગુ થઈ રહી છે. પરંતુ જીએસટી લાગુ કરવા માટે અનિવાર્ય રાજ્ય જીએસટી હજી પણ સાત રાજ્યોએ પારીત કર્યું નથી. આવા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીર સામેલ છે. જીએસટીને લાગુ કરવામાં હવે એક માસ બાકી બચ્યો છે,ત્યારે દેશના તમામ રાજ્યોમાં તેના લાગુ થવા બાબતે આશંકા પ્રવર્તી રહી છે.અત્યાર સુધીમાં ૨૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ જીએસટી વિધેયકને પોતાની સંબંધિત વિધાનસભાઓમાં મંજૂરી આપી છે. જો કે મેઘાલય, પંજાબ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમ બંગાળે હજીપણ રાજ્ય જીએસટીને મંજૂરી આપી નથી. તેમા જમ્મુ-કાશ્મીરમાં ભાજપ-પીડીપી ગઠબંધનની સરકાર છે. બાકીના છ રાજ્યો બિનભાજપી રાજ્યો છે.પશ્ચિમ બંગાળ કેન્દ્ર સરકારને જીએસટીને વિલંબથી લાગુ કરવા માટે જણાવી રહ્યું છે. આ મુદ્દો પશ્ચિમ બંગાળના નાણાં પ્રધાને ગત સપ્તાહે જીએસટી પરિષદની બેઠકમાં પણ ઉઠાવ્યો હતો. જીએસટી બંધારણ સંશોધન પ્રમાણે, તમામ રાજ્યોએ ૧૫ સપ્ટેમ્બર-૨૦૧૭ પહેલા રાજ્ય વિધાનસભાઓમાંથી રાજ્ય જીએસટી પારીત કરાવવાનો છે.
કેન્દ્ર સરકારને જીએસટી નેટવર્ક એટલે કે જીએસટીએનને સુરક્ષા મંજૂરી આપવા મામલે હજી નિર્ણય કરવાનો છે. આની સાથે જોડાયેલા વિભિન્ન મુદ્દાઓની સમીક્ષા થઈ રહી છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યુ છે કે તેઓ જીએસટીએન મુદ્દાની હાલ સમીક્ષા થઈ રહી છે. જીએસટીએના પ્રસ્તાવિત અપ્રત્યક્ષ કર પ્રણાલી જીએસટી માટે માહિતી ટેક્નોલોજીનું માળખું પ્રદાન કરનારી મુખ્ય કંપની છે. જીએસટીએન નોટ ફોર પ્રોફિટ ખાનગી કંપની છે. તેમા ૫૧ ટકા હિસ્સેદારી પાંચ ખાનગી સંસ્થાઓ એચડીએફસી બેંક, એચડીએફસી લિમિટેડ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એનએસઈ સ્ટ્રેટજિક ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સની છે. કેન્દ્ર સરકારની આમા ૨૪.૫ ટકા હિસ્સેદારી છે.
અપ્રત્યક્ષ કરોની નવી પ્રણાલી જીએસટીને ચલાવવા માટે માહિતી ટેક્નોલોજીનું આખું નેટવર્ક ઉપલબ્ધ કરાવનારી કંપની જીએસટી નેટવર્ક સંદર્ભે કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ સ્થિતિ સ્પષ્ટ કરી છે. જેટલીએ કહ્યુ છે કે ભારતના કેગ દ્વારા તેનું ઓડિટ કરવામાં આવશે. ભાજપે પોતાની પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ચિંતાઓને રદિયો આપ્યો છે. જેટલીએ જીએસટી નેટવર્ક કંપની એટલે કે જીએસટીએનના ઈક્વિટી માળખાનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું છે કે, આમા સરકારની ઈક્વિટી ૪૯ ટકા રહેવામાં કંઈ ખોટું નથી. મહત્વપૂર્ણ છે કે સુબ્રમણ્યમ સ્વામીએ હાલના ઈક્વિટી માળખા હેઠળ જીએસટીએનને શંકાસ્પદ સંગઠન ગણાવ્યું હતું અને કહ્યુ હતુ કે આમા મોટો સુરક્ષા ખતરો છે.

Related posts

ATM ट्रांजेक्‍शंस के लिए वसूले जा रहे चार्ज को लेकर RBI ने बैंकों को दी हिदायत

aapnugujarat

શેરબજારમાં શ્રેણીબદ્ધ આશાસ્પદ પરિબળ વચ્ચે તેજીના સંકેત

aapnugujarat

હોમ લોનના ઉંચા દરથી મધ્યમ વર્ગમાં હાહાકારઃ એફોર્ડેબલ હાઉસિંગની માગને ફટકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1