Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેન્દ્રીય કર્મચારીઓને હવે ડીએ ઉપરાંત મળશે વધુ મેડિક્લેમ

કેન્દ્રીય કર્મચારી છેલ્લા ઘણા સમયથી મોંઘવારી ભથ્થામાં વૃધ્ધીની અપૈક્ષા લગાવી રહ્યા છે, જુલાઇથી તેના મળવાની સંભાવનાં છે, ત્યાં જ નવોદય વિદ્યાલય સ્કુલનાં કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે, હવે તેમને ડીએ ઉપરાંત મેડિકલ ક્લેમ વધીને મળશે, કેન્દ્રીય શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા એક સક્ર્યુલર હેઠળ એનવીએસ પ્રિન્સિપાલોની મેડિક્લેમની મર્યાદાને ૫૦૦૦થી વધારીને ૨૫ હજાર રૂપિયા કરી દીધા છે, તેથી તેમને સુવિધા થશે.સક્ર્યુલર પ્રમાણે સરકાર એનવીએસનાં પ્રિન્સિપાલોનાં વાર્ષિક મેડિક્લેમ દાવાની મર્યાદામાં સુધારો કર્યો છે, સક્ર્યુલરમાં ઘોષણા કરવામાં આવી છે કે જાે સરકારી સીજીએચએસ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં સારવાર કરાવી છે, તો એનબીએસ પ્રિન્સિપાલ માટે ૫૦૦૦ રૂપિયાની હાલની મર્યાદાને વધારીને હવે ૨૫૦૦૦ રૂપિયા કરી દીધી છે.આ મેડિકલ ક્લેમ કર્મચારી પોતાના અથવા પરિવારનાં સભ્યો માટે લઇ શકે છે, જાે કે તેનું નામ સીજીએસ કાર્ડમાં નોંધાયેલું હોવું જાેઇએ, ૧ જુલાઇથી ડીએ ની ઘોષણા પહેલા એનવીએસ પ્રિન્સિપાલોનાં ૭માં પગાર પંચનાં પગાર મેટ્રિક્સનાં સંબંધમાં આ સારા સમાચાર છે.

Related posts

ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું મોજુ ફેલાયું

aapnugujarat

માર્ગ અકસ્માતમાં વળતરની રકમ ૨૫૦૦૦થી વધારી ૨ લાખ કરવા પ્રસ્તાવ

editor

जी.एस.टी. थोपने से देश मेे आर्थिक मन्दी : मायावती

aapnugujarat

Leave a Comment

UA-96247877-1