Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું મોજુ ફેલાયું

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીના કારણે જનજીવન પર પ્રતિકુળ અસર થઇ છે. દેશના કેટલાક ભાગોમાં પારો ખુબ નીચે પહોંચી ગયો છે. લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશના કેટલાક ભાગોમાં તો પારો માઇનસમાં છે. કેટલીક જગ્યાએ હિમવર્ષા પણ થઇ છે. જમ્મુકાશ્મીર અને હિમાચલપ્રદેશમાં સૌથી વધારે હાલત કફોડી બનેલી છે. લડાખ પ્રદેશમાં જનજીવન ખોરવાઇ ગયુ છે. કારગીલમાં માઇનસ ૧૫.૪ ડિગ્રી તાપમાન થયુ છે. આવી જ રીતે લેહમાં માઇનસ ૧૩.૨ ડિગ્રી તાપમાન થયુ છે. આ સ્થિતી હાલમાં અકબંધ રહે તેવી શક્યતા છે. અમરનાથ યાત્રા માટેના બેઝ કેમ્પ ગણાતા પહેલગામ અને ગુલમર્ગ ખાતે પણ સ્થિતી જટિલ બનેલી છે. મેદાની ભાગોમાં પણ લોકોને રાહત મળી રહી નથી. જયપુરથી પ્રાપ્ત હેવાલ મુજબ રાજસ્થાનમાં કાતિલ ઠંડીથી લોકો પરેશાન છે. અહીં પણ કેટલીક જગ્યાએ પારો એકથી પાંચ ડિગ્રી વચ્ચે રહ્યો છે. પંજાબ, હરિયાણા, અને ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે. રાજસ્થાન અને દિલ્હીમાં સ્કુલોના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી રહી છે. ઉત્તરપ્રદેશમાં કાતિલ ઠંડીનુ મોજુ છે. લખનૌ અને આગરા સહિત મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. લખનૌમાં તાપમાન ઘટીને ૯.૪ ડિગ્રી થઇ ગયુ છે. નવી દિલ્હીમાં વિજિબિલિટી એકાએક ઘટી ગઇ છે. જેથી ટ્રેન અને વિમાની સેવાને માઠી અસર થઇ છે. પ્રાથમિક અહેવાલ મુજબ ધુમ્મસના કારણે ઓછામાં ઓછી ૨૦ ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતા ખુબ મોડેથી ચાલી રહી છે. ૧૫ ટ્રેનોને રદ કરવાની ફરજ પડી છે. બે ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. ઉત્તર ભારતમાં ઠંડીની સ્થિતીમાં હાલ કોઇ ફેરફાર થાય તેવી શક્યતા ઓછી છે. રાજસ્થાન અને પંજાબ તેમજ હરિયાણામાં પરિવહન સેવા પર માઠી અસર થઇ છે. ઉત્તર પ્રદેશમાં ઘણી સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. લખનૌ જિલ્લા મેજિસ્ટ્રેટે નર્સરીથી લઇને ધોરણ ૮ સુધી તમામ સ્કૂલોમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્કૂલોમાં શૈક્ષણિક કામ સવારે ૯ વાગે શરૂ થશે. આવતીકાલથી ૩૧મી જાન્યુઆરી સુધી આ વ્યવસ્થા અમલી રહેશે. ઉત્તર પ્રદેશ બોર્ડ, સીબીએસઈ, આઈસીએસઈ બોર્ડ સાથે સંબંધિત તમામ સ્કૂલોમાં આ નિયમો લાગૂ થશે. પંજાબ અને હરિયાણામાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આદમપુરમાં સૌથી વધારે ઠંડીની અસર રહી છે. પંજાબના જલંધર જિલ્લામાં આદમપુર ખાતે લઘુત્તમ તાપમાન ૪.૧ ડિગ્રી નોંધાયું છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પણ તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી રાત્રિ અને દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઉત્તર ભારતમાં કેટલાક ભાગોમાં ધુમ્મસ અને ઠંડીના કારણે ટ્રેનોના કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. ઓછામાં ઓછી ૨૦ ટ્રેનો નિર્ધારિત સમય કરતા મોડેથી દોડી રહી છે. બીજી બાજુ કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. ટ્રેનો રદ કરવાના પરિણામ સ્વરુપે સ્ટેશનો ઉપર મોટી સંખ્યામાં લોકો અટવાઈ પડ્યા છે. ટ્રેનોના સમયમાં વ્યાપક ફેરફારના લીધે લોકો પરેશાન થયેલા છે. જો કે સાવચેતીના પગલારુપે ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.

Related posts

ટીએમસીને આરજેડી નેતા તેજસ્વીનુ સમર્થન

editor

નોકરી બદલ્યાના ત્રણ જ દિવસમાં ટ્રાન્સફર થઈ જશે પીએફ અકાઉન્ટ

aapnugujarat

एलजेपी ने कल बुलाई केंद्रीय संसदीय बोर्ड की बैठक, चिराग ले सकते हैं बड़ा फैसला

editor

Leave a Comment

UA-96247877-1