Aapnu Gujarat
મનોરંજન

જેક્લીન પાસે શ્રેણીબદ્ધ ફિલ્મ હાથમાં છેઃ હેવાલ

બોલિવુડમાં શરૂઆતના કેટલાક વર્ષો સુધી નિષ્ફળ રહેલી અને ત્યારબાદ એકપછી એક સફળતા હાંસલ કરનાર જેક્લીન પાસે હાલમાં સૌથી વધારે ફિલ્મો છે. તેની પાસે રહેલી ફિલ્મોમાં સલમાન ખાન અભિનિત રેસ ફિલ્મ પણ સામેલ છે. રેસ ફિલ્મમાં તેની સાથે બોબી દેઓલ અને અન્ય કલાકારો પણ કામ કરી રહ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આઠ વર્ષ પૂર્ણ કરી ચુકેલી જેક્લીનને હજુ પણ કેટલાક મુશ્કેલ તબક્કાનો સામનો કરવાની ફરજ પડી રહી છે. તેની તમામ ફિલ્મો હિટ સાબિત થઇ રહી નથી. તેની પાસે હાલમાં અન્ય એક ફિલ્મ ડ્રાઇવ પણ છે. જેમાં સુશાંત સિંહ રાજપુત કામ કરી રહ્યો છે. તે કેટલીક અન્ય મોટી ફિલ્મ પણ ધરાવે છે. ફિલ્મની સાથે સાથે તે બિઝનેસના ક્ષેત્રમાં પણ કુદી ચુકી છે. ગયા સપ્તાહમાં જ તચે કોલંબોમાં નવા રેસ્ટોરન્ટની શરૂઆત કરી ચુકી છે. જેક્લીને કહ્યુ છે કે શ્રીલંકામાં ફરવા માટે આવતા લોકોને તમામ ભોજન માણવાની તક મળશે. શરૂઆતના વર્ષોમાં નિષ્ફળ રહ્યા બાદ સલમાન સાથે તેને કિક ફિલ્મ મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ત્યારબાદ જેક્લીને પાછળ વળીને જોયુ નથી. તેની પાસે સતત સારી ફિલ્મો આવતી રહી છે. છેલ્લે તે જુડવા-૨ ફિલ્મમાં રજૂ થઇ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડથી વધારેની કમાણી કરી ગઇ હતી. ફિલ્મમાં તેની સાથે વરૂણ ધવન અને તાપ્સી પન્નુએ ભૂમિકા અદા કરી હતી. ડેવિડ ધવને આ ફિલ્મ બનાવી હતી. રેસ-૩ ફિલ્મ બોલિવુડમાં પહેલા હિટ સાબિત થયેલી ફિલ્મ પર આધારિત ફિલ્મ છે. રેમો ડિસોઝાની ફિલ્મને લઇને તે ભારે આશાવાદી બનેલી છે. તે સલમાનની સાથે ડાન્સિંગ ડેડમાં પણ કામ કરી રહી છે. જેમાં તે સલમાન ખાનના ડાન્સ ટિચરની ભૂમિકા અદા કરી રહી છે. મોટી ફિલ્મો તે સતત મેળવી રહી છે. સલમાન ખાન બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર હોવાથી તેની સાથે તેને બે ફિલ્મ બીજી મળી છે.

Related posts

जब तक इंसाफ नहीं मिलेगा लड़ती रहूंगी : तनुश्री दत्ता

aapnugujarat

रेप के मामलों पर फांसी काफी नहीं : जावेद अख्तर

aapnugujarat

बॉलिवुड अभिनेता इंदर कुमार का हार्ट अटैक से निधन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1