Aapnu Gujarat
મનોરંજન

આર્મી બેકગ્રાઉન્ડ પરની ફિલ્મ અય્યારીને લઇ ભારે ઉત્સુકતા

બોલિવુડના અભિનેતા સિદ્ધાર્થ મલહોત્રા અને મનોજ બાજપેયી અભિનિત ફિલ્મ અય્યારી માટે ટ્રેલર લોંચ કરવામાં આવ્યા બાદ ભારે ઉત્સુકતા વધી ગઇ છે. આ ફિલ્મ આર્મી પર આધારિત છે. ટ્રેલર લોંચ કરવામાં આવ્યા બાદ આ ફિલ્મ જોરદાર રહે તેવી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મમાં તમામ કલાકારો સિરિયસ રોલમાં નજરે પડનાર છે. અનુપમ ખેર અને નસીરુદ્દીન શાહ પણ ફિલ્મમાં કામ કરી રહ્યા છે. સાઉથની અનેક ફિલ્મોમાં નજરે પડી ચુકેલી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ કામ કરી રહી છે. અય્યારી આર્મીની ફિલ્મ છે. જેમાં જવાનો વચ્ચે અંગત સમસ્યાને લઇને મતભેદો સર્જાઇ જાય છે તે બાબત દર્શાવવામાં આવી છે. ફિલ્મની પટકથા બે એવા આર્મી ઓફિસર પર છે જે પોત પોતાની રીતે કામ કરે છે. તેમના વિચાર એકબીજા સાથે બિલકુલ મેળ ખાતા નથી. એમ કહેવામાં આવે છે કે ફિલ્મની પટકથા એક ગુરૂ અને એક શિષ્યની વાસ્તવિક લાઇફ પર આધારિત છે. મુંબઇમાં ટ્રેલર લોંચ કરવામાં આવ્યા બાદગ ફિલ્મના તમામ કલાકારો હાજર રહ્યા હતા. ફિલ્મમાં મનોજ બાજપેયી સિનિયર આર્મી ઓફિસરના રોલમાં છે. મનોજે કહ્યુ છે કે અય્યારી મોટા કેનવાસની ખાસ ફિલ્મ છે. આર્મી બેકડ્રાપની ફિલ્મ છે. ૨૬મી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે આ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. મનોજે કહ્યુ છે કે જ્યારે કોઇ વ્યક્તિ આર્મીની વાત કરે છે ત્યારે દેશની વાત કરે છે. ફિલ્મમાં આર્મીના જવાનોની તકલીફો અને પરેશાનીની સાથે સાથે તેમની વ્યક્તિગત લાઇફની બાબતોને પણ દર્શાવવામાં આવી છે. અય્યારીનો અર્થ વારંવાર રૂપ બદલીને છેતરપિંડી કરવી અને વિશ્વાસઘાત કરવાની બાબત આધારિત છે. નિર્દેશક નીરજ પાન્ડેએ કહ્યુ છે કે અમે ે વર્ષ સુધી રિસર્ચ કરી ચુક્યા છીએ. ફિલ્મ આર્મી બેકડ્રોપ પર આધારિત છે. નીરજ પાન્ડે પહેલા પણ કેટલીક મોટી ફિલ્મ બનાવી ચુકયા છે. જેમાં સ્પેશિયલ ૨૬ અને બેબી ફિલ્મનો સમાવેશ થાય છે.

Related posts

શ્રદ્ધા કપુર પર છેતરપિંડીનો કેસ : નિર્માતા પણ સકંજામાં

aapnugujarat

‘પાગલપંતી’ના સેટ પર જ્હોન અબ્રાહમને ઇજા, બે અઠવાડિયાનો બેડ રેસ્ટ

aapnugujarat

મલાઇકા ‘દબંગ-૩’માં ભૂમિકા નહીં કરે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1