Aapnu Gujarat
રાષ્ટ્રીય

ટીએમસીને આરજેડી નેતા તેજસ્વીનુ સમર્થન

પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ મેદાનમાં ઉતરશે. આરજેડીએ વિધાનસભાના ચૂંટણી રણ માટે પોતાના મિત્રની પણ પસંદગી કરી લીધી છે. બંગાળમાં આરજેડીએ તૃણમૂલ કોંગ્રેસનું સમર્થન આપવાની જાહેરાત કરી છે. સોમવારે નેતા વિપક્ષ તેજસ્વી યાદવએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે નબન્નામાં મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેજસ્વીએ સ્પષ્ટ કરી દીધુ કે જ્યાં પણ જરૂર પડી અમે મમતા બેનર્જીની સાથે છીએ.
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ તેજસ્વી યાદવે મીડિયા સાથે વાત કરતા તેમના સવાલોના જવાબ આપ્યા હતા. યાદવે કહ્યુ કે, જ્યાં જરૂર પડશે અમે મમતા બેનર્જી સાથે છીએ. અમારો પ્રથમ પ્રયાસ ભાજપને બંગાળમાં આવતા રોકવામાં આવે. મમતા બેનર્જીને જીતાડવા માટે અમે તમામ પ્રયાસ કરીશું. ભાજપે દેશના લોકોને છેતરવાનું કામ કર્યું છે.
આરજેડી નેતાએ કહ્યુ કે, મમતા બેનર્જીને વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ સમર્થન આપવા માટેનો નિર્ણય રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવે કર્યો છે, તેમનો નિર્ણય છે કે બંગાળમાં રાજદ, ટીએમસીનું સમર્થન કરે. તેજસ્વી યાદવે કહ્યુ કે, અમારી પ્રાથમિકતા ભાજપને બંગાળની સત્તામાં આવવાની છે.
તેજસ્વી યાદવ સાથે મુલાકાત બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે, અમે લડી રહ્યાં છીએ તો તેજસ્વી ભાઈ લડી રહ્યા છે. જો તેજસ્વી લડી રહ્યો છે તો અમે લડી રહ્યાં છીએ. આ સંદેશ ભાજપને જવો જોઈએ. તમે જાણી લો કે બિહારમાં તમારી સરકાર ટકવાની નથી. બંગાળમાં પણ તમને કંઈ મળવાનું નથી.

Related posts

१०० दिन में परिणाम देने नये प्रधानों को मोदी का आदेश

aapnugujarat

सीबीआई ने चिंदंबरम के बेटे कार्ती से दूसरी बार पूछताछ की

aapnugujarat

LOC पर दो आतंकी ढेर

editor

Leave a Comment

UA-96247877-1