Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારબિઝનેસ

એમેઝોનનાં જેફ બેજોસ ૧૧૨ અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વમાં સૌથી અમીર : ડોનાલ્ડ ટ્રમ્પ ૭૬૬માં ક્રમાંકે

ફોર્બ્સ મેગેઝિન દ્વારા અબજોપતિની યાદી જાહેર કરવામાં આવી ચુકી છે. વિશ્વના સૌથી અમીર યાદીમાં આ વખતે એમેઝોનના સીઈઓ જેફ બેજોસ રહ્યા છે. ફોર્બ્સ મુજબ જેફ બેજોસની કુલ સંપત્તિ આશરે ૧૧૨ અબજ ડોલર નોંધાઈ છે. ફોર્બ્સ તરફથી જારી કરવામાં આવેલી દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં મુકેશ અંબાની હજુ ટોપ ૧૦માં સ્થાન મેળવી શક્યા નથી. જેફ બેજોસ ઇ કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક અને સીઈઓ છે. તેમના અમીર બનવાની પાછળ એમેઝોનના વેલ્યુએશનમાં થયેલા અનેક ગણા વધારાને જવાબદાર ગણવામાં આવે છે. બેજોસની કંપની એમેઝોનની માર્કેટ વેલ્યુ આશરે ૭૨૭ અબજ ડોલર છે. ૧૦ વર્ષ પહેલા એમેઝોનની માર્કેટ વેલ્યુ ૨૭ અબજ ડોલર હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ઈ કોમર્સની દુનિયામાં ઝડપથી વધારો થયો છે. જેના પરિણામ સ્વરૂપે એમેઝોનની માર્કેટ વેલ્યુ વધીને ૭૨૭ અબજ ડોલર થઈ ગઈ છે. આ દ્રષ્ટિથી ૧૦ વર્ષમાં એમેઝોનની માર્કેટ વેલ્યુમાં આશરે ૨૭ ગણો વધારો થયો છે. આ પહેલા બ્લૂમબર્ગ પણ સૌથી અમીર લોકોની યાદીમાં બેજોસને સૌથી ઉપર રાખી ચુકવામાં આવ્યા છે. જેફ બેજોસ અબજો પતિની યાદીમાં પ્રથમ સ્થાન ઉપર છે. દુનિયાના ત્રણ સૌથી અમીર લોકોમાં ત્રણેય અમેરિકાના છે. આ યાદીમાં બિલ ગેટ્‌સ ૯૦ અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા સ્થાને છે. જ્યારે વારેન બફેટ યાદીમાં ૮૪ અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. ફાન્સના બર્નાડ આર્નોલ્ટ યાદીમાં ચોથા સ્થાને છે. તેમની સંપત્તિ ૭૨ અબજ ડોલર આકવામાં આવી છે. ફેસબુકના વડા માર્ક ઝકરબર્ગની સંપત્તિ ૭૧ અબજ ડોલર નોંધાઈ છે અને તેઓ સૌથી અમીર લોકોની યાદીમાં વિશ્વમાં ૫ સ્થાને છે. સૌથી અમીર લોકોની યાદીમાં બીલ ગેટ્‌સ બીજા સ્થાને છે. બિલ ગેટ્‌સની સંપત્તિ ૯૦ અબજ ડોલર નોંધાઈ છે. અમેરિકાના અબજો પતિની યાદીમાં વધારો નોધાયો છે. દુનિયાભરમાં ઈ કોર્મસ કારોબાર ઝડપથી ફેલાઈ રહ્યો છે. આનો સૌથી વધારે ફાયદો એમેઝોન અને જેક બેજોશને થયો છે. ફોર્બ્સ દ્વારા યાદી જાહેર કરવામાં આવ્યા બાદ આને લઈને ભારે ચર્ચા જોવા મળી રહી છે. એમેઝોનના સીઈઓ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. જેફ બેજોસે સંપત્તિનો જે રેકોર્ડ બનાવ્યો છે તેનાથી તમામ લોકો ચોકી ગયા છે. તેમની સંપત્તિનો આંકડો ૧૦૦ અબજ ડોલરના આંકડાને પાર કરી ગયો છે. જેફ બેજોસની કુલ સંપત્તિની સરખામણી અમેરિકાના નાગરિકોની કુલ સંપત્તિ સાથે કરવામાં આવે તો તે આશરે ૨૩ લાખ લોકોની સંપત્તિ બરોબર છે. બેજોસે ફોર્બ્સની યાદીમાં પ્રથમ વખત પ્રથમ સ્થાન હાસિલ કરી લીધુ છે. માઈકોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્‌સ અને બર્કશિયર હૈથવેના સીઈઓ વારેન બફેટને પાછળ છોડીને તેઓએ નવો રેકોર્ડ સર્જયો છે. બેજોસની સંપત્તિ ગયા વર્ષે ૭૩ અબજ ડોલર હતી. એમેઝોનના શેરની કિમતમાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકી અબજોપતિઓનું પ્રભુત્વ આ વખતે પણ જોવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અબજોપતિની યાદીમાં ખુબ નીચે સરકી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પની સંપત્તિમાં ૪૦ કરોડ ડોલર અથવા તો ૨૬ અબજ રૂપિયાનો ઘટાડો થયો છે. અમેરિકાના પ્રમુખ બન્યા બાદથી એક વર્ષના ગાળામાં જ તેમની સંપત્તિમાં નોધપાત્ર ઘટાડો થયો છે. ટ્રમ્પ હવે ૩.૧ અબજ ડોલરની અથવા તો ૨.૦૧ ખર્વ રૂપિયા સાથે અબજોપતિની યાદીમાં ૨૨૨ સ્થાન ગગડીને ૭૬૬માં સ્થાને પહોંચી ગયા છે. ગયા વર્ષે ફોર્બ્સની યાદીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ૫૪૪માં સ્થાને હતા. ન્યૂયોર્ક સિટીમાં રિયલ એસ્ટેટ સેક્ટરની સામે સંકટ અકબધ છે. આવી સ્થિતિમાં તેમની સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઇ કોમર્સમાં તેજી આવવાના કારણે ટ્રમ્પ ટાવર જેવી પ્રોપર્ટીની કિંમતોમાં ઘટાડો થયો છે. ફોર્બ્સના મૂલ્યાંકનમાં જણાવવામાં આવ્યું છે. ગયા વર્ષે ટ્રમ્પની સૌથી લોકપ્રિય બિલ્ડિંગની કિંમત ૪.૧ કરોડ ડોલર અથવા તો ૨.૬૬ અબજ રૂપિયા ઘટી ગઈ છે. નવેમ્બર ૨૦૧૬માં અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. ફોર્બ્સનું કહેવું છે કે, મેનહટન રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સંપત્તિને લઇને સામાન્ય લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૭માં પણ તેમની સંપત્તિમાં ઘટાડો થયો હતો. વર્ષ ૨૦૧૮માં તેમની સંપત્તિમાં વધુ ઘટાડો થયો છે. રીયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીના પરિણામ સ્વરૂપે તેમની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

Related posts

હલવા વિતરણ પ્રક્રિયા સાથે બજેટ દસ્તાવેજોનું પ્રકાશન શરૂ

aapnugujarat

ताज होटल को मिला देश का सबसे पहला बिल्डिंग ट्रेडमार्क

aapnugujarat

મોદીની ઇઝરાયલની મુલાકાત બાદ ટુરિઝમમાં ઉછાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1